Posts
Showing posts from January, 2025
ગોધરામાં મુખ્ય બસ સ્ટેન્ડ સ્થળાંતરને લઈને સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો
- Get link
- X
- Other Apps
ગોધરામાં મુખ્ય બસ સ્ટેન્ડ સ્થળાંતરને લઈને સ્થાનિક વેપારીઓએ નોંધાવ્યો વિરોધ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા કલેકટર દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવાવ ખાતે સ્થાળાંતર કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ગોધરા શહેરમાં બે ફાટક બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે પહેલા તંત્ર દ્વારા બે ફાટકોના રસ્તા શરૂ કરવામાં આવે અને નવીન બનેલ પુલ ચાલુ કરવામાં તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે બસ સ્ટેન્ડ સ્થળાંતર થશે તો અમારા ધંધા રોજગાર ખલાસ થઈ જશે જેથી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી બસ સ્ટેન્ડને યથાવત સ્થિતિમાં રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ગોધરામાં રામસાગર તળાવની સફાઈ અને તળાવની ફરતે આવેલા મંદિરોની ગરિમા જાળવવા પાલિકાની બેદરકારી
- Get link
- X
- Other Apps
ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવની સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી રામસાગર તળાવ સામે શ્રી રંગ અવધૂત મહારાજનું જન્મ સ્થળ અને તળાવ ફરતે આવેલાં ધાર્મિક સ્થળોની ગરિમા જાળવવા પાલિકાની બેદરકારી સામે આવી છે સ્વચ્છ ગોધરા સુંદર ગોધરાની વાતો વચ્ચે ગોધરા રામસાગર તળાવના કિનારે શ્રી રંગ અવધૂત મહારાજના જન્મ સ્થળ નજીક પણ ખુલ્લામાં ગંદકીના ઢગ જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગોધરાની મધ્યમાં શહેરની સુંદરતામાં વધારો કરતું ઐતિહાસિક પૌરાણિક રામસાગર તળાવ આવેલું છે તળાવની ફરતે પૌરાણિક મંદિરો આવેલા છે છતાં રામસાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા તળાવની સફાઈ અને જાળવણી માટે દરકાર લેવાતી નથી જેથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તળાવની સફાઈ કરી જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
ગોધરા નદીસર ના ગ્રામજનો ખનીજ વિભાગ કાર્યવાહી કરતું નથી તેવા આક્ષેપ સાથે આવેદન આપવા સેવાસદન ખાતે પહોંચ્યા
- Get link
- X
- Other Apps
ગોધરા તાલુકાના નદીસર ગામે ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા આવેદન પત્ર આપવા ગ્રામજનો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા પંચમહાલ જિલ્લા ખાણ ખનિજ વિભાગને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી ના આક્ષેપ ગામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં બેફામ રીતે ગેર કાયદેસર ચાલતો ખનીજનો કાળો કારોબાર આખરે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે? નદીસર ના ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ખાન ખનિજ વિભાગ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે ગેરકાયદેસર પરવાનગી વગર ખનિજ ચોરી થઈ રહેલ છે તેમ છતાં ખનિજ વિભાગ દ્વારા ખનિજ ચોરી અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા ગંભીર આક્ષેપ સાથે નદીસર ગામના લોકો સરપંચને સાથે રાખી આવેદનપત્ર આપવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતાં પરંતુ સરપંચ દ્વારા અચાનક આ લોકોને આવેદનપત્ર આપ્યા વગર પાછા લઈને જતા રહેતા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા
ગોધરાની પોલન બજાર ઉર્દૂ કુમાર શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી..
- Get link
- X
- Other Apps
ગોધરાની પોલન બજાર ઉર્દૂ કુમાર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી વિધાર્થીઓએ દેશ માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓ અને બંધારણ ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના ઈતિહાસ વિશે વક્તવ્યો રજૂ કર્યા સમગ્ર દેશમાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરાની પોલન બજાર ઉર્દૂ કુમાર શાળામાં પણ પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા વિશેષ પ્રકારનાં કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત શ્રોતાઓને વિધાર્થીઓએ દેશ માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓ અને બંધારણ ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના ઈતિહાસ વિશે માહિતગાર કરતાં વક્તવ્યો રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શશિકાંત જૈન ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રમતમાં વિજેતા થયેલા વિધાર્થીઓને ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના સંકુલમાં શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય અને શિક્ષકો, SMC સભ્યો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને અનુલક્ષીને કારોબારી સમિતિ ની અગત્યની મિટિંગ યોજાઈ
- Get link
- X
- Other Apps
ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને અનુલક્ષીને કારોબારી સમિતિ ની અગત્યની મિટિંગ યોજાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં ફરી એક વાર રાજકીય ચર્ચાનો દોર શરૂ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતને પગલે ભાજપ અને કૉંગ્રેસ બંનેએ પોતે 'ચૂંટણી માટે તૈયાર' હોવાની વાત સાથે મિટિંગનો દોર શરૂ કર્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાનના કાર્યક્રમની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કારોબારી સમિતીની અગત્યની મિટિંગ વિશ્વ કર્માં ચોક કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારના માર્ગ દર્શન હેઠળ રાખવામાં આવી હતી જેમાં તાલુકા વાઇઝ યોજાનાર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી ઉપયોગી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના હોદ્દેદારો,વરિષ્ઠ આગેવાનો,ચુંટાયેલા સભ્યો,અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
નવીન તાલુકાની ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની માંગ સામે ૪૦ થી વધુ ગ્રામજનોનો વિરોધ..
- Get link
- X
- Other Apps
પંચમહાલના નવીન તાલુકાની ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની માંગ સામે ચૈતર વસાવાની પ્રતિક્રિયા
- Get link
- X
- Other Apps
ઘોઘંબા આદિવાસી યુવા સમિતિ દ્વારા નવીન ગુંદી તાલુકાના વિરોધમાં સંમેલન યોજાયું MLA ને પડકાર ફેંક્યો
- Get link
- X
- Other Apps
નવીન ગુંદી તાલુકાની માંગના વિરોધને લઈ આદિવાસી યુવા સમિતિ દ્વારા સંમેલન યોજાયું મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો એકઠા થઈ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચોહાણ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી આદિવાસી જિંદાબાદ ના નારા સાથે રેલી યોજી કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા અલગ ગુંદી તાલુકાની માંગ કરવામાં આવતા લોકોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે દિન પ્રતિદિન લોકોનો આક્રોષ વધતો જોવા મળી રહ્યો છે આજરોજ ઘોઘંબા આદિવાસી યુવા સમિતિ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા કાલોલના ધારાસભ્ય પીઠ પાછળ રમતો રમતા હોવાનો આક્ષેપ કરી ધારાસભ્યને પડકાર ફેંકતા આદિવાસી યુવા સમિતિના પ્રમુખ વિજય રાઠવા એ કહ્યું હતું કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ અમારી સાથે તારીખ ને દિવસ આપે અમે ડિબેટ કરવા માટે તૈયાર છીએ ઘોઘંબા તાલુકાને વિભાજિત કરવામાં આવશે તો આનો વિરોધ કરવામાં અમે કોઈ પાછી પાની રાખીયે નહીં તેવો લલકાર ફેંક્યો હતો નવીન ગુંદી તાલુકાની માંગના વિરોધને લઈ આદિવાસી યુવા સમિતિ દ્વારા સંમેલન યોજાયું મોટી સંખ્યામાં આદિવાસી સમા...