ગોધરા પોલીસ હેડ કોર્ટેર ખાતે સિવિલ ડિફેન્સની "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલનું આયોજન
ગોધરા પોલીસ હેડ કોર્ટેર ખાતે સિવિલ ડિફેન્સની "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો ઉદ્દેશ યુદ્ધ કે હવાઈ હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો. આ મોકડ્રીલ દરમિયાન એર રેઈડ સાયરનનું પરીક્ષણ, બ્લેકઆઉટ પ્રક્રિયા, નાગરિકોની સ્થળાંતર યોજના અને કટોકટી પ્રતિસાદની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ ડ્રીલનો હેતુ દુશ્મનના હવાઈ હુમલા, ડ્રોન કે મિસાઈલ હુમલા જેવી પરિસ્થિતિઓમાં જનતાની સુરક્ષા અને સંકલનની ક્ષમતાને મજબૂત કરવાનો હતો. આ ડ્રીલની શરૂઆત જિલ્લાના કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ થઈ, જેમણે નાગરિકોને આ મોકડ્રીલમાં સહભાગી થવા અપીલ કરી હતી. આ મોકડ્રીલનું આયોજન પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ વધતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ આ બીજી મોકડ્રીલ હતી, આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ દેશની સુરક્ષા તંત્રને મ...