Posts

Showing posts from April, 2025

ગોધરામાં મુખ્યમંત્રીનું આગમન રેન્જ I G કચેરીનું લોકાર્પણ

Image
 

ગોધરામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના લાઈટ ગુલના આહ્વાન પર છવાયો અંધારપટ

Image
 ગોધરામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના લાઈટ ગુલના આહ્વાન પર છવાયો અંધારપટ મુસ્લિમ સમાજ દ્વારા 15 મિનિટ લાઈટ બંધ કરી વકફ એક્ટ 2025 નો નોંધાવ્યો વિરોધ  સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ એક્ટ 2025 નો વિરોધ નોંધાવ્યો છે જેને લઇ વિવિધ કાર્યક્રમો શાંતિપ્રિય રીતે યોજવામાં આવી રહ્યા છે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને જમિયત ઓલમાએ હિંદ તરફથી અનેક કાર્યક્રમો દ્વારા દેખાવો અને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા આજે લાઈટ ગુલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત ગોધરા શહેરમાં રાત્રે 9 થી 9:15 કલાક દરમ્યાન દુકાનો મકાનોમાં લાઈટ બંધ રાખવામાં આવી હતી જેથી સમગ્ર વિસ્તારમાં 15 મિનિટ સુધી અંધારપટ છવાઇ ગયો હતો    મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ના લાઈટ બંધ કાર્યક્રમને સમગ્ર ગોધરાના મુસ્લિમ સમાજે સફળ બનાવી વકફ એક્ટ 2025 નો વિરોધ નોંધાવ્યો હતો

ગોધરા ખાતે 1 મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો થનગનાટ

Image
 ગોધરા ખાતે 1 મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી થનાર છે ત્યારે વિશાળ ડોમ સહિતની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યાં  ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. જેના લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યાં છે.કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  ઉપસ્થિત રહેશે. લુણાવાડા રોડ પર છબનપુર ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામા આવ્યો  છે. ગોધરા શહેરના રોડ રસ્તાને પણ રીનોવેટ કરી દેવામાં આવી રહ્યા છે. ડીવાઈડરોને પણ રંગરોગાન કરવામા આવી રહ્યા છે.  પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસ નિમીત્તે ગુજરાત ગૌરવ દિવસ 2025ની ઉજવણી કરવામા આવશે જેના લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી  છે. સાથે ગોધરા શહેરમાં પણ સાકસફાઈ સહિત રોડ રસ્તાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.છબનપુર - પોપટપુરા ઓવર બ્રીજથી ગોધરા તરફ જતા રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવ્યુ છે. કાર્યક્રમમા દિવસે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે રસ્તાની બાજુમાં માટીનું પુરણ પણ કરવામાં આવી રહ્યુ છે. સ્થાપના દિવસને લઈને પોલીસ પરેડ, પોલીસ બેન્ડ...

ગોધરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની કલેકટરે રૂપરેખા આપી

Image
 

ગોધરામાં યોજાયો નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર મેગા કેમ્પ

Image
 ગોધરામાં યોજાયો નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર મેગા કેમ્પ  યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પારૂલ યુનિવર્સિટી ખેમદાસ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ  યુનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નિઃશુલ્ક આયુર્વેદ કેમ્પનો 200 ઉપરાંત  લોકોએ લાભ લીધો હતો  કેમ્પમાં અનુભવી આયુર્વેદિક વૈદ્યો દ્વારા વિવિધ રોગો જેવા કે સાંધાનો દુખાવો, શ્વાસની તકલીફ, પાચન સંબંધી સમસ્યાઓ, ત્વચાના રોગો અને હરસ-મસાની તપાસ અને સારવાર કરવામાં આવી હતી  કેમ્પમાં નિદાન ઉપરાંત પંચકર્મ ચિકિત્સા, એક્યુપ્રેશર, અને આયુર્વેદિક ઔષધોનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું.

ગોધરામાં રાજય કક્ષા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધા ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

Image
 ગોધરામાં રાજય કક્ષા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધા ઉદઘાટન કાર્યક્રમ યોજાયો   સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કનેલાવ ખાતે મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષામાં ખેલ મહાકુંભ 3.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું,  રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને નેશનલ સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ દાહોદ, પંચમહાલ  જિલ્લા રમત ગમત અધિકારી શ્રીના સંયુક્ત ઉપક્રમે સ્પે.ખેલ મહાકુંભ 3.O નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇટાલી ખાતે બ્રાંઝ મેડલ મેળવનાર યુવતીનું મંત્રી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું   કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા ધારાસભ્યના નિમિષા સુથાર,જિલ્લા કલેક્ટર આશિષ કુમાર રેન્જ આઇ જી આર,વી,અસારી સહીતના અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી મુલાકાત વકફ બિલને આવકાર્યું.

Image
 

ગોધરાના સેવા સદન કચેરીમાં એ સી બી ની સફળ ટ્રેપ

Image
 ગોધરાના સેવા સદન કચેરીમાં એ સી બી ની સફળ ટ્રેપ   પ્રાંત કચેરીના નાયબ મામલતદાર અને આઉટસોર્સ પટાવાળા રૂપિયા 1 લાખ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા જમીન ખરીદીમાં વાંધા અરજીના નિકાલ કરવા અરજદાર પાસે લાંચની રકમ માંગ્યાનો આરોપ મહીસાગર એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે આજે ગોધરા શહેરના નાલંદા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી રુપિયા 1 લાખ ની લાંચ લેતા નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પ્યુનને રંગે હાથ પકડી પાડ્યા હતા . પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ પોતાના ભાગીદારના નામે જમીન ખરીદી હતી જેમાં વાંધા અરજીને લઈને કેસ પ્રાંત કચેરી સુધી પહોંચ્યો હતો. ફરિયાદી દ્વારા નાયબ મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મામલતદારે ફરીયાદી પાસેથી રૂ. ૨.૫૦ લાખની લાંચની રકમની માંગણી કરી હતી. આખરે ૧ લાખની લાંચની રકમ આપવાની સમજૂતી થઇ હતો. જોકે, જમીન માલિક ફરીયાદી લાંચ આપવા ના માંગતા હોય એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એસીબી ટીમે તુરંત કાર્યવાહી કરતાં આરોપી નાયબ મામલતદાર મોહંમદ નઈમ અને આઉટસોર્સ પ્યુન ગણપત કાંતિ પટેલને પંચોની હાજરીમાં લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા હતા.

ગોધરા શહેરમાં રખડતા શ્વાને મચાવ્યો આતંક

Image
 ગોધરા શહેરમાં રખડતા શ્વાને મચાવ્યો આતંક હડકાયા થયેલા શ્વાન નો મહિલા સહિત બાળક ભોગ બનતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  ગોધરા શહેરના મઘ્ય માં આવેલા જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં રખડતાં શ્વાને આતંક મચાવ્યો હતો  1 મહિલા 1 બાળક સહિત 19 પુરુષ રખડતા શ્વાન ના હુમલાનો ભોગ બન્યા હતા ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા  રખડતા શ્વાન નાં હુમલા ને લઈ નગરજનો મા ભ્યનો માહોલ જોવા મળી રહ્યો છે  હડકાયેલા શ્વાન ને પકડવા નગરજનો દવારા માંગ ઉઠવા પામી છે બાઈટ:- સરફરાઝ ખાન ડોકટર સિવિલ હોસ્પિટલ ગોધરા

ગોધરા કાંડનો ૨૩ વર્ષ બાદ ચુકાદો

Image
 

ગોધરામાં પહેલી મેં ના રોજ રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે

Image
 ગોધરામાં પહેલી મેં ના રોજ રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે રાજ્યકક્ષાની ઉજવણીના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે યોજાનાર છે. જે સમગ્ર ઉજવણી સુચારૂ રીતે યોજાય તેમજ તમામ આયોજનો સંપૂર્ણ સુયોજિત બને તે હેતુથી જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પેટ્રોલ પંપના માલિકો વેપારી વર્ગ સામાજિક કાર્યકરો સહીત વિવિધ ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યા હતા 

પંચમહાલ સાંસદની ધારદાર રજૂઆત

Image
 

દારૂખાનું વેચતા વેપારીઓનો સંપર્ક ન થતાં પગલાં લેવાયા ૧૦ દુકાનો સીલ કરી કાર્યવાહી કરવામાં આવી

Image
 ગોધરાના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું  દારૂખાનું વેચતા વેપારીઓનો સંપર્ક ન થતાં પગલાં લેવાયા ૧૦ દુકાનો સીલ કરી કાર્યવાહી કરવામાં આવી   ડીસામાં બનેલ આગ ની ઘટના બાદ તંત્ર સફારૂ જાગ્યું છે શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો ૧૦ જેટલા વેપારીઓ દુકાનને તાળું મારી રવાના થઇ ગયા હતા મામલતદાર દ્વારા બંધ દુકાનોને સીલ કરવામાં આવી હતી એક દુકાન ખુલ્લી મળતા તેમાંથી 96 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અન્ય વેપારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી 

ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે રાજ્યના પત્રકારો કેમ રોષે ભરાયા...

Image
 ગોધરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું   પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતાઓ સામે ભારે આક્રોશ સાથે આવેદન અપાયું  ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકારોને તોડ બાજ જેવી ટિપ્પણી કરી સંબોધન કરેલ છે જેથી ગુજરાતના પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે ૧૦ હજાર જેટલા પત્રકારો ધરાવતું રાજ્યનું સૌથી મોટું પત્રકાર એક્તા પરિષદ દ્વારા રાજ્યના જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અનુસંધાને ગોધરા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું  જેમાં તાલુકા,જિલ્લા,પ્રદેશ ઝોન મહિલા લીગલ વિગ સહીતના પત્રકારો ભેગા થઈ ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું  બાઈટ:- ઇસ્માઇલ ઝભા પત્રકાર એક્તા પરિષદ જિલ્લા પ્રમુખ,પંચમહાલ