મોરવા હડફના સુલિયાત ગામમાંથી થયેલ અર્ટિકા કારની ચોરીનો ભેદ ઉકેલાયો મૂળ માલિકેજ કરી હતી કારની ચોરી..
મોરવા હડફના સુલિયાત ગામેથી ચોરી થયેલ અર્ટિકા કાર ચોરીનો ભેદ ઉકેલાયો કારના મૂળ માલિકેજ કરી હતી ચોરી પંચમહાલ LCB એ ગુનાનો ભેદ ઉકેલ્યો
એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે સુરત જિલ્લામાંથી
સુરતમાં કાર લોન ન ભરવાના કારણે બેંકે કાર કબજે કરીને તેને સુલિયાત ગામે વેચી દીધી , પરંતુ મૂળ માલિકે જ તે કારને ચોરી કરી લીધી! પંચમહાલ પોલીસે આ કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી
મળતી માહિતી મુજબ સુરત શહેરના રહેવાસી કૈલાસકુમાર ભવરલાલ જૈનએ 2024 માં GJ 21 CD 9941 આર્ટિકા કંપનીની કાર HDFC બેંકની લોન પર ખરીદી હતી. લોનના હપ્તા ન ભરતાં બેંકે કાનૂની કાર્યવાહી કરીને કારને કબજો કરી અને તેને વેચાણ દ્વારા બીજા એક વ્યક્તિને વેચી દીધી હતી.પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મૂળ માલિકે આ નવા ખરીદનાર પાસેથી કારને ચોરી કરી લીધી!
ઘટના બની ત્યારે નવા માલિકે તાત્કાલિક મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી .LCB પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે ચોરી કરનાર વ્યક્તિ કારનો જ મૂળ માલિક છે. પોલીસે અર્ટિકા કાર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો