Posts

Showing posts from April, 2026

રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે પરિવાર સાથે આવી કર્યું મતદાન વિકાસ માટેનું મતદાન ગણાવ્યું

Image
 *રાજ્યસભાના સાંસદ ડો.જશવંતસિંહ પરમાર એ પોતાના પરિવાર સાથે આવી કર્યું મતદાન* ગોધરા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજ્યસભા સાંસદ અને તેમના પરિવાર એ કર્યું મતદાન  ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલ શાંતિ ગુજરાતી મિશ્ર શાળા ખાતે આવેલા બુથપર પરિવાર સાથે આવી કર્યું મતદાન રાજ્ય સાંસદશ્રીએ તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અચૂક મતદાન કરવા માટે  અપીલ કરતાં જણાવ્યું કે,આજનું મતદાન ભારત અને ગુજરાતના વિકાસ માટેનો મતદાન હશે એવો આશાવાદ પણ  વ્યક્ત કર્યો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરવા પંચમહાલ કલેક્ટરની અપીલ

Image
 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરવા પંચમહાલ કલેક્ટરની  અપીલ

પંચમહાલ SOG ની મોટી કાર્યવાહી આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે 50 લાખની હેરાફેરીમાં કાર્યવાહી..

Image
 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાંની હેરાફેરીના મામલે પંચમહાલ જિલ્લામાં મોટી કાર્યવાહી સામે આવી છે. પંચમહાલ SOG પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.   ગોધરા,હાલોલ,મોરવામાં SOG પોલીસે આજે  એક મોટી રેડ કરીને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો સામે કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટર્સને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર રીતે રોકડ નાણાંની હેરાફેરી થઈ રહી હતી.પંદર દિવસમાં 50 લાખ રૂપિયાની આંગડિયા મારફતે હેરાફેરી કરી હતી આ મામલે મળેલી ગુપ્ત માહિતીના આધારે SOGની ટીમે આ અભિયાન ચલાવ્યું હતું. પોલીસે આમ આદમી પાર્ટીના અજય વસ્તાની, રમણ બારીયા અને દર્શિત સોની દ્વારા આ હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો છે   આ નાણાં ચૂંટણી પ્રચાર અને વોટ ખરીદી માટે વપરાતા હોવાની  શંકા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ બળવો કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા..

Image
 પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ બળવો કરનારાઓ વિરુદ્ધ ભાજપે કડક કાર્યવાહી કરી છે. જે હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોએ ભાજપના અધિકૃત ઉમેદવારો સામે અપક્ષ કે અન્ય પક્ષમાં ઉમેદવારી નોંધાવી છે, તેમને તાત્કાલિક અસરથી પાર્ટી માંથી બરતરફ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાની પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે પાર્ટી અનુશાસન નું સખત પાલન કરવાનો નિર્ણય લીધો છે.  “પાર્ટી વિરુદ્ધ જવું એ કોઈપણ કાર્યકર કે હોદ્દેદાર માટે સ્વીકાર્ય નથી.” જેમણે ભાજપના ઉમેદવારો સામે અપક્ષ કે અન્ય પક્ષમાંથી નામાંકન પત્ર ભર્યા છે, તેમની સામે તાત્કાલિક બરતરફી ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  ભાજપના આ નિર્ણયથી જિલ્લામાં પાર્ટી અનુશાસન જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ ચૂંટણીમાં વિરોધીઓને પણ સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે પાર્ટી વિરુદ્ધ જનારાઓને કોઈ જ સહન કરવામાં આવશે નહીં.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અજીતસિંહ ભાટીની નિમણૂક કરાઈ..

Image
 પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અજીતસિંહ ભાટીની નિમણૂક કરાઈ   સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ મહત્વનો નિર્ણય લીધો છે. પંચમહાલ જિલ્લામાં કાર્યકારી પ્રમુખ તરીકે અજીતસિંહ ભાટીની નિમણૂક કરવામાં આવી છે.     અજીતસિંહ ભાટી પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી સક્રિય છે અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમનો પ્રભાવ મજબૂત છે. આ નિમણૂક સાથે કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં વ્યૂહાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાતા સમગ્ર પંચમહાલ કોંગ્રેસમાં ભારે આક્રોશ અને નારાજગી પેદા થયેલ છે ભારે દુઃખ સાથે કોંગી આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી ગદ્દારો સાથે ભારે આક્રોશ વ્યક્ત કરેલ હતો

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપ મા જોડાયા

Image
 બ્રેકિંગ... પંચમહાલ કોંગ્રેસ ને મોટો ઝટકો  પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપ મા જોડાયા  ઘોઘંબા ચુંટણી સભા મા ગુહ મંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં ભગવો ધારણ કર્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ મા ગાબડું  કોંગ્રેસ નો હાથ છોડી ભગવો ધારણ કરતા કોંગ્રેસ મા ખરભરાટ

નદીસરની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,ની બેઠકો બિનહરીફ

Image
 નદીસરની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,ની બેઠકો બિનહરીફ

પંચમહાલ SOG પોલીસે ચોરીના વાહનો વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ

Image
  ગોધરા.. પંચમહાલ SOG પોલીસે ચોરીના વાહનો વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ    પંચમહાલ SOG પોલીસે ચોરી ના વાહનો વેચવાના રેકેટ નો પર્દાફાશ કર્યો છે જેમા ચોરી કરેલી ઈકો કારને  સ્ક્રેપ થયેલી ગાડીઓના ચેસીસ નંબર અને નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હતો SOG પોલીસે  કોભાંડનો પર્દાફાશ કર્યો છે  એસઓજી પોલીસ ઘ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલ ઉસ્માની સ્ક્રેપ નામની દુકાનમાંથી પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી કબજે કરી હતી. જેમાં જુદા-જુદા આરટીઓ રજીસ્ટ્રેશન નંબરવાળી 34 નંબર પ્લેટો, 33 જેટલી ચેસીસ નંબર લખેલી કાપેલી લોખંડની પ્લેટો તેમજ 16 જેટલા વાહનોની મૂળ આરસી બુક મળી આવી હતી. જ્યારે વસીમ સીદ્દીક સમોલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો,    વધુમાં પોલીસે જુદા-જુદા જિલ્લાઓમાંથી ચોરી થયેલી કુલ 4 ઈકો ગાડીઓ રિકવર કરી છે,   જેમા સુરતના કાપોદરા અને ઉધના પોલીસ સ્ટેશન, ગાંધીનગરના કલોલ ટાઉન તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર જેટલા ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. 

ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ઘસારો

Image
 એન્કર.. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગોધરામાં ઉમેદવારોનો  પ્રાત કચેરીએ ભારે ઘસારો  રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો એ નોંધાવી ઉમેદવારી  વિઓ.. જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગોધરા નગરપાલિકા ચૂંટણી યોજાવવા જઈ રહ્યી છે ત્યારે આજે સવારથી રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી એ પહોંચી ઉમેદવારી નોંધાવી છે  જેમા આજે દાહોદ રોડ વાવડી  મહેંદી બંગલો ખાતેથી ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકા ઉમેદવારો પોતાના ટેકેદારો સમર્થકો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નામાંકન ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા  આ રેલીમાં  કાર્યકર્તાઓ સમર્થકો અને વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

ગોધરા ભાજપ દ્વારા કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને વખોડ્યું

Image
 ગોધરા ભાજપ દ્વારા કમલમ ખાતે  પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને વખોડ્યું

પંચમહાલ SP ની પ્રેસ કોન્ફ્રન્સ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર *ઝાકીર જભા*ની અટકની આપી માહિતી

Image
 પંચમહાલ SP ની પ્રેસ કોન્ફ્રન્સ    સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર *ઝાકીર જભા*ની  અટકની આપી માહિતી

અમે ગુજરાતીઓ અભણ નથી કોંગ્રેસ માફી માંગે ના સ્લોગન સાથે ગોધરામાં ભાજપની મૌન રેલી

Image
 ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યમાં ભાજપનો તીવ્ર વિરોધ ચાલુ છે. કેરળની એક રેલીમાં ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહીને અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. આ વિરોધમાં આજે ગોધરા ખાતે ભાજપે મૌન રેલી યોજી હતી    ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિરુદ્ધ મૌન રેલીનું આયોજન કર્યું હતું.  કાર્યકર્તાઓએ ‘ગુજરાતીઓનું અપમાન નહીં સહીએ’, ‘ખડગે માફી માંગો’,જેવા સ્લોગન સાથે વિરોધ નોંધાવ્યો હતો  યાદ અપાવીએ કે કેરળની ઇડુક્કીમાં યોજાયેલી રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “મોદીજી, તમે ગુજરાત અને અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ કેરળની પ્રજાને નહીં.” આ નિવેદનને ગુજરાત ભાજપે સમગ્ર ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે

ગોધરા બી ડિવિઝન રાયોટિંગ કેસ ના મુખ્ય આરોપી *ઝાકીર જભા*ની મહારાષ્ટ્રના ભિવંડીથી કરાઈ અટક

Image
 ગોધરા બી ડિવિઝન રાયોટિંગ કેસમાં મુખ્ય આરોપી ઝાકીર જભાની મહારાષ્ટ્રના ભિવંડીથી ધરપકડ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હિંસક રાયોટિંગ અને આગચંપીના કેસમાં મુખ્ય આરોપી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જભાની છેલ્લે છેક મહારાષ્ટ્રના ભિવંડીથી ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર ૨૦૨૫ની ઘટના પછી લગભગ છ મહિનાથી ફરાર ચાલતા જભા પર પોલીસે દેશવ્યાપી તલાશી ચલાવી હતી. ગુજરાત પોલીસની ટીમે આજે વહેલી સવારે મહારાષ્ટ્ર પોલીસની મદદથી ભિવંડીના એક વિસ્તારમાં છાપો મારીને ઝાકીર જભાને અટક કર્યો. જભા 'I Love Muhammad' પોસ્ટર સાથેના વીડિયો વાયરલ કરીને પોલીસ પર મારપીટનો આરોપ મૂકીને મોબ વધારવાના મુખ્ય આરોપી છે. આ વીડિયોને કારણે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી, જેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસ ચોકીમાં આગ ચંપી હતી.""પોલીસે આ કેસમાં અત્યાર સુધી અનેક આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ જભા મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવતું હતું. તે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આવા વીડિયો બનાવતો હોવાનો પોલીસનો આરોપ છે."

ગોધરા નગરપાલિકા મેન્ડેટ અંગે કોંગ્રેસ અસમંજસમાં મૂકાયું.?.

Image
 ગોધરા નગરપાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ અંગે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન  અંગે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે સંકલન સમિતિ ની રચના કરવામાં આવી છે કેવી રીતે ઉમેદવારો મૂકવા ચૂંટણી કેવી રીતે લડાવવી તે સંકલન સમિતિ નક્કી કરશે

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે યોજાયેલી મિટિંગમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

Image
 પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે યોજાયેલી મિટિંગમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ પ્રક્રિયા ગોધરા નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગીને લઈને કરવામાં આવી છે.   ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું વાતાવરણ ગરમાઈ રહ્યું છે. આ વચ્ચે પંચમહાલ જિલ્લા કોંગ્રેસે ગોધરા નગરપાલિકાના મેન્ડેટને લઈને મહત્વનું પગલું ભર્યું છે.  "ગોધરા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પંચમહાલ કોંગ્રેસ દ્વારા વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં આગામી ગોધરા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી.  કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ પ્રક્રિયા દરમિયાન સંભવિત ઉમેદવારોના નામો, તેમની લોકપ્રિયતા અને વિસ્તારની માંગણીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.  

ગોધરાના ઓરવાડા વિસ્તારમાં આવેલી આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને *NABH*ની માન્યતા મળી..

Image
 ગોધરાના ઓરવાડા વિસ્તારમાં આવેલી આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બની ગઈ છે. હોસ્પિટલને **NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers)**ની માન્યતા મળી છે. આ સાથે હવે આ હોસ્પિટલ દર્દીઓને વધુ સારી, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર આપવા માટે વધુ મજબૂત બની ગઈ છે. આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, ઓરવાડા લાંબા સમયથી ગોધરા અને આસપાસના વિસ્તારોના લોકોને સુપર સ્પેશિયાલિટી સારવાર પૂરી પાડે છે. હોસ્પિટલમાં કેન્સર, હાર્ટ, કિડની, ઓર્થોપેડિક્સ સહિત અનેક વિભાગોમાં અનુભવી ડોક્ટર્સ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.NABH માન્યતા એક ખૂબ જ મહત્વનું પ્રમાણપત્ર છે. આ માન્યતા મેળવવા માટે હોસ્પિટલે દર્દીની સુરક્ષા, સ્વચ્છતા, ગુણવત્તાયુક્ત સારવાર, ડોક્ટર્સ અને સ્ટાફની તાલીમ તેમજ અન્ય 100થી વધુ કડક માપદંડો પૂરા કરવા પડ્યા છે.હોસ્પિટલના વ્યવસ્થાપન તરફથી જણાવવામાં આવ્યું છે કે, “આ માન્યતા અમારા માટે એક મોટી સિદ્ધિ છે.