પંચમહાલ SOG પોલીસે ચોરીના વાહનો વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ

  ગોધરા.. પંચમહાલ SOG પોલીસે ચોરીના વાહનો વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ 



  પંચમહાલ SOG પોલીસે ચોરી ના વાહનો વેચવાના રેકેટ નો પર્દાફાશ કર્યો છે જેમા ચોરી કરેલી ઈકો કારને  સ્ક્રેપ થયેલી ગાડીઓના ચેસીસ નંબર અને નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હતો SOG પોલીસે  કોભાંડનો પર્દાફાશ કર્યો છે 


એસઓજી પોલીસ ઘ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલ ઉસ્માની સ્ક્રેપ નામની દુકાનમાંથી પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી કબજે કરી હતી. જેમાં જુદા-જુદા આરટીઓ રજીસ્ટ્રેશન નંબરવાળી 34 નંબર પ્લેટો, 33 જેટલી ચેસીસ નંબર લખેલી કાપેલી લોખંડની પ્લેટો તેમજ 16 જેટલા વાહનોની મૂળ આરસી બુક મળી આવી હતી. જ્યારે વસીમ સીદ્દીક સમોલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, 

 

વધુમાં પોલીસે જુદા-જુદા જિલ્લાઓમાંથી ચોરી થયેલી કુલ 4 ઈકો ગાડીઓ રિકવર કરી છે, 


 જેમા સુરતના કાપોદરા અને ઉધના પોલીસ સ્ટેશન, ગાંધીનગરના કલોલ ટાઉન તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર જેટલા ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. 



Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.