ગોધરા: ભાજપના કમલમ કાર્યાલય ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
ગોધરા: ભાજપના કમલમ કાર્યાલય ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ પંચમહાલ જિલ્લામાં 2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગોધરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ગોધરાના પ્રખ્યાત 'કમલમ' કાર્યાલય ખાતે આગામી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગોધરા ખાતે ભાજપના કમલમ કાર્યાલયમાં તાજેતરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પંચમહાલ જિલ્લાની આગામી સ્થાનિક સ્વરાજ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે વ્યૂહરચના ઘડવામાં આવી. આ બેઠકમાં ભાજપના જિલ્લા પદાધિકારીઓ, તાલુકા-નગર મંડળના આગેવાનો અને મધ્ય ઝોનના ચૂંટણી ઇન્ચાર્જ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભાજપે ગોધરા નગરપાલિકા તેમજ આસપાસના વિસ્તારોમાં ઉમેદવારોની સંભવિત યાદી, બૂથ સ્તરની તૈયારી અને કાર્યકરોની જવાબદારીઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.