પંચમહાલ સહિત ગુજરાતભરમાં પેટ્રોલ,ડીઝલનો પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ ,ખોટી અફવાઓમાં ન આવવા તંત્રની અપીલ..

 આજે ગુજરાતભરમાં, ખાસ કરીને પંચમહાલ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછતની ફેલાતી અફવાઓને લઈને લોકોમાં અસ મંજસતા જોવા મળી રહી છે. આ અફવાઓને કારણે કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો પણ જોવા મળી છે.પરંતુ રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે આ તમામ અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને બે બાકેફ છે.



પેટ્રોલિયમ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર 

"પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે સામાન્ય રહેલ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી. ખોટી અફવાઓમાં ન આવવા અને બિનજરૂરી રીતે ઇંધણનો સંગ્રહ ન કરવાની નમ્ર અપીલ છે.


આ અફવાઓ મોટેભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતા મેસેજ અને ફોટા-વીડિયોને કારણે ફેલાઈ રહી છે. તંત્રનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં જવાબદાર નાગરિક તરીકે આપણે સાચી માહિતીની ચકાસણી કરીને જ આગળ શેર કરવી જોઈએ.

તેથી દરેક નાગરિકને વિનંતી છે કે ખોટી અફવાઓમાં ન આવો  

ગભરાઈને વધારાનું સ્ટોક ન કરો  

શાંત રહીને સામાન્ય રીતે ઇંધણનો ઉપયોગ કરો.

આ અંગે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું સાંભળીએ

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.