Posts

Showing posts from February, 2026

ગોધરાની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભરાટ..

Image
 આજે ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત છે. આ વખતે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની સનસનીખેજ ધમકી મળી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.  ગોધરાની હેડ પોસ્ટ ઓફિસ બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સવારે જ ઓફિસને એક અજાણ્યા ઈમેલ એડ્રેસમાંથી ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે "પોસ્ટ ઓફિસમાં બોમ્બ રાખવામાં આવ્યા છે અને તેને ઉડાવી દેવામાં આવશે." આ ધમકી મળતાં જ ઓફિસના તમામ કર્મચારીઓ અને મુલાકાતીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.પોલીસનો મોટો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્નિફર ડોગ સ્ક્વોડ અને SOG ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લગભગ 2-3 કલાક સુધી સઘન તપાસ ચાલી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી નથી.  આ ઘટના એકલી નથી – આજે જ સુરત, નવસારી, વલસાડ, મહેસાણા સહિત રાજ્યના અનેક શહેરોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસોને પણ આવી જ ઈમેલ ધમકીઓ મળી છે. ગોધરામાં પણ પાસપોર્ટ સેવા કેન્દ્ર પોસ્ટ ઓફિસમાં જ છે, જેથી અહીં બેવડી ચિંતા જોવા મળી રહ...

'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી પરત કરતી પંચમહાલ પોલીસ

Image
 પંચમહાલ જિલ્લામાં પોલીસની પ્રજા-મિત્ર કામગીરીએ ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા પોલીસે તાજેતરમાં કુલ 31 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 6 લાખ 84 હજાર છે. આ ફોન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગુમ થયા હતા. CEIR પોર્ટલ અને તપાસની મદદથી પોલીસે આ ફોન ટ્રેસ કરીને માલિકો સુધી પહોંચાડ્યા છે.

ગોધરામાં માળી સમાજ દ્વારા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને "ભારત રત્ન" આપવાની માંગ

Image
 ગોધરામાં માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ   પંચમહાલ જિલ્લાના ગોધરામાં આજે એક મહત્વની ઘટના બની છે. માળી સમાજના આગેવાનોએ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત કરવાની માંગ ઉઠાવી છે. ગોધરા શહેરમાં માળી સમાજના પ્રતિનિધિઓએ આજે એક બેઠક યોજીને સરકાર પ્રત્યે માંગણી કરી છે કે, સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના અમર યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવે. માળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, ફૂલે દંપતીએ 19મી સદીમાં સ્ત્રી શિક્ષણનો પાયો નાખ્યો હતો, અસ્પૃશ્યતા અને જાતિવાદ સામે લડાઈ લડી હતી અને સત્યશોધક સમાજની સ્થાપના કરીને સમાજને જાગૃત કર્યો હતો. આજે પણ તેમના વિચારો લોકશાહી અને સમાનતાના આધારસ્તંભ છે.આ માંગને લઈને માળી સમાજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પણ સોંપ્યું છે,

પંચમહાલ SOG ની મોટી કાર્યવાહી ગોધરા પશ્ચિમ વિસ્તારમાંથી બંદૂકોના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો...

Image
 પંચમહાલ SOG ની મોટી કાર્યવાહી ગોધરા પશ્ચિમ વિસ્તારમાંથી બંદૂકોના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો...  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી એક મોટી કાર્યવાહી સામે આવી છે. ગોધરા SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ની ટીમે ગેરકાયદેસર હથિયારોના કારોબારને રોકવામાં મોટી સફળતા મેળવી છે. ગોધરા શહેરના વચલા ઓડા વિસ્તારમાં આવેલા એહમદ હુસૈન યુસુફ મોહનના રહેણાંક મકાનમાંથી અને સિમલા વિસ્તારમાં કલરની દુકાનમાંથી પોલીસને મોટો બંદૂકોનો જથ્થો મળી આવ્યો છે. SOGની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને એહમદ હુસૈન યુસુફ મોહન ના મકાન તથા સિમલા વિસ્તારની દુકાનની તપાસ કરી ત્યાંથી બે ડબલ બેરલ બંદૂકો અને ૬ નંગર એરગન સાથે કારતૂસો જપ્ત કર્યા છે.   આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી એહમદ હુસૈન યુસુફ મોહનને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે,    પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે

પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ..

Image
 પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરા તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો વાદળ ઘેરાયો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા પંથક અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવો કમોસમી વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે.પરંતુ આ અણધાર્યા વરસાદથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. હાલ રવિ પાકની મોસમ છે, જેમાં ઘઉં, ચણા, મકાઈ, બાજરી, મગફળી અને અન્ય શાકભાજીના પાક તૈયાર થઈ રહ્યા છે. ખેડૂતોના મતે, આ ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં ફૂગ, જીવાત અને અન્ય રોગ પડવાની ભીતિ છે.

હાલોલ-વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક દાણા ભરેલી ટ્રકમાં ભીષણ આગ! અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ ફેલાઈ,..

Image
 હાલોલ-વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક દાણા ભરેલી ટ્રકમાં ભીષણ આગ! અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ ફેલાઈ, કોઈ જાનહાનિ નહીં."  પંચમહાલ જિલ્લામાં હાલોલ-વડોદરા હાઈવે પર એક ભયાનક આગની ઘટના સર્જાઈ છે. ખંડીવાળા કેનાલ પાસે રવિવારે સાંજે પ્લાસ્ટિકના દાણા  ભરેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.  આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ટ્રક જ્વાળાઓમાં લપેટાઈ ગઈ અને ધુમાડાના ગોટા-ગોટા ઉડ્યા.  પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ અને અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ પ્રસરી ગઈ હતી. રસ્તા પર પ્લાસ્ટિક ઓગળીને ફેલાતા વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો.   ઘટનાની જાણ થતાં જ હાલોલ અને આસપાસની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.  સદભાગ્યે આ ઘટનામાં ટ્રક ચાલક તથા ક્લીનર સહીસલામત બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.