ગોધરામાં માળી સમાજ દ્વારા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને "ભારત રત્ન" આપવાની માંગ
ગોધરામાં માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ
પંચમહાલ જિલ્લાના ગોધરામાં આજે એક મહત્વની ઘટના બની છે. માળી સમાજના આગેવાનોએ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત કરવાની માંગ ઉઠાવી છે.
ગોધરા શહેરમાં માળી સમાજના પ્રતિનિધિઓએ આજે એક બેઠક યોજીને સરકાર પ્રત્યે માંગણી કરી છે કે, સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના અમર યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવે. માળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, ફૂલે દંપતીએ 19મી સદીમાં સ્ત્રી શિક્ષણનો પાયો નાખ્યો હતો, અસ્પૃશ્યતા અને જાતિવાદ સામે લડાઈ લડી હતી અને સત્યશોધક સમાજની સ્થાપના કરીને સમાજને જાગૃત કર્યો હતો. આજે પણ તેમના વિચારો લોકશાહી અને સમાનતાના આધારસ્તંભ છે.આ માંગને લઈને માળી સમાજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પણ સોંપ્યું છે,