Posts

Showing posts from May, 2026

ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ બિનહરીફ ઉપ પ્રમુખ તરીકે ઈશાન સોનીની સર્વાનુમતે વરણી કરાઈ

Image
 ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ બિનહરીફ ઉપ પ્રમુખ તરીકે ઈશાન સોનીની સર્વાનુમતે  વરણી કરાઈ  ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જેમાં ભાજપના મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર, વોર્ડ નંબર ૨ ના OBC મહિલા ઉમેદવાર જશોદાબેન પ્રજાપતિ ની સર્વ સંમતિથી ગોધરા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ગોધરા નગરપાલિકાની 11વોર્ડ ની કુલ ૪૪ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને કુલ ૨૭ બેઠકો પોતાના ફાળે અંકે કરી લીધી હતી. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે પાલિકામાં સત્તાનું સુકાન સંભાળ્યું છે   નવનિયુક્ત પ્રમુખ જશોદાબેન પ્રજાપતિએ પક્ષના શીર્ષ નેતૃત્વ અને તમામ કાઉન્સિલરોનો આભાર માન્યો હતો અને ગોધરા શહેરના વિકાસના કાર્યોને વેગ આપવાની ખાતરી આપી હતી.

પ્રાકૃતિક ખેતી કરી ધરતી માતા, ગૌ માતાને બચાવવા રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રતજીની અપીલ..

Image
 પ્રાકૃતિક ખેતી કરી ધરતી માતા, ગૌ માતાને બચાવવા રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રતજીની અપીલ..
Image
 *રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીની સાદગી ભરી સફર* *રાજ્યપાલશ્રીએ અમદાવાદથી વડોદરા સુધી ટ્રેન, વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી* *રાજ્યપાલશ્રી સાઇકલ ચલાવી યુનિવર્સિટીના કાર્યક્રમમાં પહોંચ્યા* પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અર્થે હાલોલ પહોંચવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી વડોદરા સુધી ટ્રેન તથા વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં સાઇકલ ચલાવીને પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા.  આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો મેં નિર્ણય લીધો છે. રાજ્યપાલશ્રીએ નાગરિકોને પણ જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ પ્રધાનમંત્રીના ઇંધણ બચતના આહવાનમાં સહભાગી થવા અપીલ કરી હત...

પંચમહાલ પોલીસની મોટી કાર્યવાહી ૮૬ લાખ રૂપિયાની વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ તસ્કરીનો પર્દાફાશ..

Image
 પંચમહાલ જિલ્લામાં પોલીસે વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ ની મોટી જથ્થામાં તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. ૮૬૦ ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મુદ્દામાલની કિંમત અંદાજિત ૮૬ લાખ રૂપિયા છે.  પંચમહાલ જિલ્લાની SOG પોલીસે એક મોટી કાર્યવાહી કરીને બે તસ્કરોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ૮૬૦ ગ્રામ વ્હેલ માછલીની ઉલટી (Ambergris) જપ્ત કરવામાં આવી છે. આ વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત મોંઘી વેચાય છે અને તેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે. એક અંદાજ મુજબ આ ૮૬૦ ગ્રામ મુદ્દામાલની કિંમત ૮૬ લાખ રૂપિયા છે.[ SOG ને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક લોકો વ્હેલ માછલીની ઉલટીની તસ્કરી કરી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસે ઈકો ગાડી સહિત મુદ્દામાલ સાથે ગોધરા વાવડીના ભારત માવજી વાગડીયા અને વિપુલ નાના નિનામા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૮૬૦ ગ્રામ Ambergris મળી આવ્યું છે. વધુ તપાસ ચાલુ છે

પંચમહાલ કલેક્ટર અજય દહિયાની નાગરિકોને અપીલ..

Image
 પંચમહાલ કલેક્ટર અજય દહિયાની  નાગરિકોને અપીલ..

ગોધરાની ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10/12 પછી શું? વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

Image
 ગોધરાની ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે “ધોરણ ૧૦/૧૨ પછી શું?” વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો  વિદ્યાર્થિઓના ઉજ્જવળ ભવિષ્ય,કારકિર્દી,માર્ગદર્શન અને સફળતા માટે એક અત્યંત ઉપયોગી માર્ગદર્શન સેમિનારનું આયોજન દારૂસસુલાહ અને પોલીસ પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું.  “ધોરણ ૧૦ અને ૧૨ પછી શું?” વિષય પર આ સેમિનારમાં વિદ્યાર્થિઓને વિવિધ કારકિર્દીના વિકલ્પો, કોર્સ, પરીક્ષાઓ અને કૌશલ્ય વિકાસ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  સેમિનારમાં SP ડૉ.હરેશ દૃધાત Dysp બિન્દ્રા જાડેજા તેમજ મહાનુભાવો દ્વારા તેજસ્વી તારલાઓનું  સાલ ઓઢાડી ટ્રોફી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું   સેમિનારમાં વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ પણ બાળકોના ભવિષ્ય વિશે સચોટ માહિતી મેળવી શકે.

ભાજપની પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની ગોધરામાં ઉજવણી કરવામાં આવી ..

Image
 ભાજપની બંગાળમાં ઐતિહાસિક જીતની ગોધરામાં ઉજવણી કરવામાં આવી  આજે ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને આસામમાં ફરીવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે આ જીતની ઉજવણી  ગોધરામાં જોરશોરથી કરવામાં આવી છે. ફટાકડા ફોડીને, નારાઓ લગાવીને ભાજપ કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો. ગોધરા શહેરના પાંજપોર વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓએ સાંજે વિજયની ઉજવણી  કરી  હતી.

ગોધરાના પ્રસિદ્ધ ઉધોગપતિ ફિરદૌસ હાજી કોઠીએ શરૂ કરી અદ્ભુત સેવા રેલ્વે મુસાફરો માટે છાશ અને પાણી ની મફત સેવા

Image
 આજે વાત એવી માનવતાની જે ગરમીના તાપમાં પણ ઠંડક પહોંચાડે છે. ગુજરાતના ગોધરાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ફિરદૌસ હાજી કોઠીએ રેલ્વે મુસાફરો માટે એક અદ્ભુત સેવા શરૂ કરી છે. તેઓ દરરોજ સેંકડો મુસાફરોને ઠંડા પાણીની મફત સેવા પૂરી પાડે છે. ગોધરા રેલ્વે સ્ટેશન પર આવતા-જતા મુસાફરોને ગરમીના આ મોસમમાં તરસ અને થાક ખૂબ ત્રાસ આપે છે. આ સમસ્યાને સમજીને ઉદ્યોગપતિ ફિરદૌસ હાજી કોઠીએ પોતાની તરફથી એક માનવીય પહેલ કરી છે. તેમની ટીમ દ્વારા સ્ટેશન પર છાશ અને ઠંડા પાણીના કેમ્પ લગાવવામાં આવ્યા છે, જ્યાં દરેક મુસાફરને મફતમાં આ સેવા આપવામાં આવે છે.આ પહેલથી મુસાફરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા મુસાફરોએ આને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.

ગોધરા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ, પ્રમુખનો તાજ કોના શિરે..?

Image
 ગોધરા કમલમ ખાતે પ્રમુખ સહિતના હોદ્દેદારો ની નિમણુંક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ  પંચમહાલ જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત ,ગોધરા નગરપાલિકા અનેં શહેરા નગરપાલિકા ના પ્રમુખ સહિતના હોદ્દેદારો ની નિમણુંક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે.  પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ સભ્યોની ટીમ દ્વારા પ્રથમ નવ મંડળના પદાધિકારીઓ અને ત્યારબાદ તબકકાવાર દાવેદારોને  સાંભળવા માં આવી રહ્યા છે. ત્યારબાદ આવતીકાલે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો તેમજ જિલ્લાના પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં સંકલન બેઠક મળશે જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ ત્રણ ત્રણ નામ ની યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ સહિતના હોદ્દા મેળવવા માટે સક્ષમ દાવેદારો એડી ચોટી નું જોર લગાડી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે કોનું પલ્લું ભારે રહેશે 

"ટ્રાફિક સુધારવાના નામે પોતાની આર્થિક સ્થિતિ સુધારી લીધી"ગોધરા ટ્રાફિક શાખામાં કોભાડ સામે આવતા ખળભળાટ

Image
 ગોધરા શહેરની ટ્રાફિક શાખામાં એક મોટું આર્થિક કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો  છે. સરકારી નાણાંમાં અંદાજે 6.49 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે કુલ 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પંચમહાલ જિલ્લાના ગોધરા  ટ્રાફિક શાખામાં તપાસ દરમિયાન આ ગંભીર કૌભાંડ  સામે આવ્યુ છે. આરોપીઓમાં ASI સમર્થર્બેન નાઈ અને GRD વિજય ડામોર સહિત અન્ય કર્મચારીઓના નામ સામેલ છે. આરોપ છે કે  TRB જવાનોના માનદ વેતનના ભથ્થામાં સરકારી  રેકર્ડમાં છેડછાડ કરી પોતાના પરિવારના સભ્યોના ખાતામાં નાણાં જમા કરી ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યુ છે  તપાસમાં મોડસ ઓપરેન્ડી સામે આવતાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.

પંચમહાલમાં કરોડોનું શૈક્ષણિક સાધન કૌભાંડ, બે કર્મચારી સહિત કંપનીઓના સંકળાયેલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

Image
 પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાઓ માટે ખરીદવાના કરોડો રૂપિયાના શૈક્ષણિક સાધનોની ખરીદી માત્ર કાગળ પર જ બતાવીને રૂપિયા 2.79 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની તપાસમાં આ કૌભાંડ બહાર આવતા તત્કાલિન અધિકારીઓ અને સંકળાયેલી કંપનીઓ સામે FIR નોંધવામાં આવી છે. તપાસનો દોર હવે તેજ થયો છે. પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષા વિભાગમાં શાળાઓ માટેના શૈક્ષણિક સાધનો, સ્માર્ટ ક્લાસરૂમ સાધનો અને અન્ય સામગ્રીની ખરીદીમાં મોટો ગેરવહીવટ થયો છે. તત્કાલીન કર્મચારી પૂજન જોષી અને  નીતિન પટેલે કાગળ પર ખરીદી બતાવી,  કરોડો રૂપિયા ગાયબ કરી દીધા છે. જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી થયેલી તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં તત્કાલિન બે કર્મચારીઓ અને કેટલીક સપ્લાયર કંપનીઓના સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની કલમો હેઠળ FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.