ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ બિનહરીફ ઉપ પ્રમુખ તરીકે ઈશાન સોનીની સર્વાનુમતે વરણી કરાઈ

 ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ બિનહરીફ ઉપ પ્રમુખ તરીકે ઈશાન સોનીની સર્વાનુમતે  વરણી કરાઈ 




ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જેમાં ભાજપના મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર, વોર્ડ નંબર ૨ ના OBC મહિલા ઉમેદવાર જશોદાબેન પ્રજાપતિ ની સર્વ સંમતિથી ગોધરા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.


ગોધરા નગરપાલિકાની 11વોર્ડ ની કુલ ૪૪ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને કુલ ૨૭ બેઠકો પોતાના ફાળે અંકે કરી લીધી હતી. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે પાલિકામાં સત્તાનું સુકાન સંભાળ્યું છે  


નવનિયુક્ત પ્રમુખ જશોદાબેન પ્રજાપતિએ પક્ષના શીર્ષ નેતૃત્વ અને તમામ કાઉન્સિલરોનો આભાર માન્યો હતો અને ગોધરા શહેરના વિકાસના કાર્યોને વેગ આપવાની ખાતરી આપી હતી.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.