ગોધરાની ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10/12 પછી શું? વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
ગોધરાની ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે “ધોરણ ૧૦/૧૨ પછી શું?” વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો
વિદ્યાર્થિઓના ઉજ્જવળ ભવિષ્ય,કારકિર્દી,માર્ગદર્શન અને સફળતા માટે એક અત્યંત ઉપયોગી માર્ગદર્શન સેમિનારનું આયોજન દારૂસસુલાહ અને પોલીસ પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું.
“ધોરણ ૧૦ અને ૧૨ પછી શું?” વિષય પર આ સેમિનારમાં વિદ્યાર્થિઓને વિવિધ કારકિર્દીના વિકલ્પો, કોર્સ, પરીક્ષાઓ અને કૌશલ્ય વિકાસ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં SP ડૉ.હરેશ દૃધાત Dysp બિન્દ્રા જાડેજા તેમજ મહાનુભાવો દ્વારા તેજસ્વી તારલાઓનું સાલ ઓઢાડી ટ્રોફી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું
સેમિનારમાં વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ પણ બાળકોના ભવિષ્ય વિશે સચોટ માહિતી મેળવી શકે.