પંચમહાલ પોલીસની મોટી કાર્યવાહી ૮૬ લાખ રૂપિયાની વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ તસ્કરીનો પર્દાફાશ..
પંચમહાલ જિલ્લામાં પોલીસે વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ ની મોટી જથ્થામાં તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. ૮૬૦ ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મુદ્દામાલની કિંમત અંદાજિત ૮૬ લાખ રૂપિયા છે.
પંચમહાલ જિલ્લાની SOG પોલીસે એક મોટી કાર્યવાહી કરીને બે તસ્કરોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ૮૬૦ ગ્રામ વ્હેલ માછલીની ઉલટી (Ambergris) જપ્ત કરવામાં આવી છે. આ વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત મોંઘી વેચાય છે અને તેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે. એક અંદાજ મુજબ આ ૮૬૦ ગ્રામ મુદ્દામાલની કિંમત ૮૬ લાખ રૂપિયા છે.[
SOG ને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક લોકો વ્હેલ માછલીની ઉલટીની તસ્કરી કરી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસે ઈકો ગાડી સહિત મુદ્દામાલ સાથે ગોધરા વાવડીના ભારત માવજી વાગડીયા અને વિપુલ નાના નિનામા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૮૬૦ ગ્રામ Ambergris મળી આવ્યું છે. વધુ તપાસ ચાલુ છે