"ટ્રાફિક સુધારવાના નામે પોતાની આર્થિક સ્થિતિ સુધારી લીધી"ગોધરા ટ્રાફિક શાખામાં કોભાડ સામે આવતા ખળભળાટ
ગોધરા શહેરની ટ્રાફિક શાખામાં એક મોટું આર્થિક કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારી નાણાંમાં અંદાજે 6.49 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે કુલ 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા ટ્રાફિક શાખામાં તપાસ દરમિયાન આ ગંભીર કૌભાંડ સામે આવ્યુ છે. આરોપીઓમાં ASI સમર્થર્બેન નાઈ અને GRD વિજય ડામોર સહિત અન્ય કર્મચારીઓના નામ સામેલ છે. આરોપ છે કે TRB જવાનોના માનદ વેતનના ભથ્થામાં સરકારી રેકર્ડમાં છેડછાડ કરી પોતાના પરિવારના સભ્યોના ખાતામાં નાણાં જમા કરી ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યુ છે
તપાસમાં મોડસ ઓપરેન્ડી સામે આવતાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.