ગોધરા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ, પ્રમુખનો તાજ કોના શિરે..?

 ગોધરા કમલમ ખાતે પ્રમુખ સહિતના હોદ્દેદારો ની નિમણુંક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ 

પંચમહાલ જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત ,ગોધરા નગરપાલિકા અનેં શહેરા નગરપાલિકા ના પ્રમુખ સહિતના હોદ્દેદારો ની નિમણુંક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે.



 પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ સભ્યોની ટીમ દ્વારા પ્રથમ નવ મંડળના પદાધિકારીઓ અને ત્યારબાદ તબકકાવાર દાવેદારોને  સાંભળવા માં આવી રહ્યા છે. ત્યારબાદ આવતીકાલે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો તેમજ જિલ્લાના પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં સંકલન બેઠક મળશે જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ ત્રણ ત્રણ નામ ની યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ સહિતના હોદ્દા મેળવવા માટે સક્ષમ દાવેદારો એડી ચોટી નું જોર લગાડી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે કોનું પલ્લું ભારે રહેશે 

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.