'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી પરત કરતી પંચમહાલ પોલીસ
પંચમહાલ જિલ્લામાં પોલીસની પ્રજા-મિત્ર કામગીરીએ ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લા પોલીસે તાજેતરમાં કુલ 31 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 6 લાખ 84 હજાર છે. આ ફોન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ગુમ થયા હતા. CEIR પોર્ટલ અને તપાસની મદદથી પોલીસે આ ફોન ટ્રેસ કરીને માલિકો સુધી પહોંચાડ્યા છે.