ગોધરાની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભરાટ..

 આજે ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત છે. આ વખતે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની સનસનીખેજ ધમકી મળી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.



 ગોધરાની હેડ પોસ્ટ ઓફિસ બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સવારે જ ઓફિસને એક અજાણ્યા ઈમેલ એડ્રેસમાંથી ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે "પોસ્ટ ઓફિસમાં બોમ્બ રાખવામાં આવ્યા છે અને તેને ઉડાવી દેવામાં આવશે." આ ધમકી મળતાં જ ઓફિસના તમામ કર્મચારીઓ અને મુલાકાતીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.પોલીસનો મોટો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્નિફર ડોગ સ્ક્વોડ અને SOG ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લગભગ 2-3 કલાક સુધી સઘન તપાસ ચાલી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. 

આ ઘટના એકલી નથી – આજે જ સુરત, નવસારી, વલસાડ, મહેસાણા સહિત રાજ્યના અનેક શહેરોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસોને પણ આવી જ ઈમેલ ધમકીઓ મળી છે. ગોધરામાં પણ પાસપોર્ટ સેવા કેન્દ્ર પોસ્ટ ઓફિસમાં જ છે, જેથી અહીં બેવડી ચિંતા જોવા મળી રહી છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.