પંચમહાલ SOG ની મોટી કાર્યવાહી ગોધરા પશ્ચિમ વિસ્તારમાંથી બંદૂકોના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો...
પંચમહાલ SOG ની મોટી કાર્યવાહી ગોધરા પશ્ચિમ વિસ્તારમાંથી બંદૂકોના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી એક મોટી કાર્યવાહી સામે આવી છે. ગોધરા SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ની ટીમે ગેરકાયદેસર હથિયારોના કારોબારને રોકવામાં મોટી સફળતા મેળવી છે.
ગોધરા શહેરના વચલા ઓડા વિસ્તારમાં આવેલા એહમદ હુસૈન યુસુફ મોહનના રહેણાંક મકાનમાંથી અને સિમલા વિસ્તારમાં કલરની દુકાનમાંથી પોલીસને મોટો બંદૂકોનો જથ્થો મળી આવ્યો છે. SOGની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને એહમદ હુસૈન યુસુફ મોહન ના મકાન તથા સિમલા વિસ્તારની દુકાનની તપાસ કરી ત્યાંથી બે ડબલ બેરલ બંદૂકો અને ૬ નંગર એરગન સાથે કારતૂસો જપ્ત કર્યા છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી એહમદ હુસૈન યુસુફ મોહનને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે,
પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે