પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ બળવો કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા..
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ બળવો કરનારાઓ વિરુદ્ધ ભાજપે કડક કાર્યવાહી કરી છે. જે હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોએ ભાજપના અધિકૃત ઉમેદવારો સામે અપક્ષ કે અન્ય પક્ષમાં ઉમેદવારી નોંધાવી છે, તેમને તાત્કાલિક અસરથી પાર્ટી માંથી બરતરફ કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લાની પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે પાર્ટી અનુશાસન નું સખત પાલન કરવાનો નિર્ણય લીધો છે.
“પાર્ટી વિરુદ્ધ જવું એ કોઈપણ કાર્યકર કે હોદ્દેદાર માટે સ્વીકાર્ય નથી.” જેમણે ભાજપના ઉમેદવારો સામે અપક્ષ કે અન્ય પક્ષમાંથી નામાંકન પત્ર ભર્યા છે, તેમની સામે તાત્કાલિક બરતરફી ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભાજપના આ નિર્ણયથી જિલ્લામાં પાર્ટી અનુશાસન જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ ચૂંટણીમાં વિરોધીઓને પણ સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે પાર્ટી વિરુદ્ધ જનારાઓને કોઈ જ સહન કરવામાં આવશે નહીં.