પંચમહાલ SOG ની મોટી કાર્યવાહી આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે 50 લાખની હેરાફેરીમાં કાર્યવાહી..

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાંની હેરાફેરીના મામલે પંચમહાલ જિલ્લામાં મોટી કાર્યવાહી સામે આવી છે. પંચમહાલ SOG પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 



 ગોધરા,હાલોલ,મોરવામાં SOG પોલીસે આજે  એક મોટી રેડ કરીને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો સામે કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટર્સને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર રીતે રોકડ નાણાંની હેરાફેરી થઈ રહી હતી.પંદર દિવસમાં 50 લાખ રૂપિયાની આંગડિયા મારફતે હેરાફેરી કરી હતી આ મામલે મળેલી ગુપ્ત માહિતીના આધારે SOGની ટીમે આ અભિયાન ચલાવ્યું હતું. પોલીસે આમ આદમી પાર્ટીના અજય વસ્તાની, રમણ બારીયા અને દર્શિત સોની દ્વારા આ હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો છે 


 આ નાણાં ચૂંટણી પ્રચાર અને વોટ ખરીદી માટે વપરાતા હોવાની  શંકા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.