ઘોઘંબા તાલુકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કસૂરવારો સામે પગલા લેવા માંગ..
ઘોઘંબા તાલુકામાં ‘નળ સે જળ’ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ,
કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ
કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત ‘નળ સે જળ’ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર પાઠવીને તપાસની માંગ કરી છે.
ઘોઘંબા તાલુકાના અનેક ગામડાઓમાં ‘નળ સે જળ’ યોજના હેઠળ પાણીની પાઇપલાઇન અને પાણીના સ્ત્રોતોના કામો થયા છે. પરંતુ સ્થાનિકોના કહેવા મુજબ, આ કામોમાં ભારે અનિયમિતતા અને ભ્રષ્ટાચાર થયો છે.
આ અંગે સ્થાનિક કાર્યકરો અને પ્રભાવિત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં તમામ આક્ષેપોના પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પણ સાથે જોડવામાં આવ્યા છે.