ગોધરામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
ગોધરામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પ આપીને આવકારી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ૨૭ મી ફેબ્રુઆરી થી તા. ૧૭ માર્ચ સુધી ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવામાં આવનાર છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઇ ચૂકી છે વિધાર્થીઓ દબાણ વગર શાંત વાતાવરણમાં અરિક્ષા આપી શકે તેની સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી છે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જિલ્લાના અધિકારીઓ દ્વારા પુષ્પ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા એમ.એમ.મહેતા હાઇસ્કુલ ખાતે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પ આપી મીઠાઈ ખવડાવી આવકારવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા