મોરવા હડફ તાલુકામાં નિમિષા બેન સુથારે 3.96 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું
મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે બે શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એક નવીન શાળાનું લોકાર્પણ કર્યું હતું સુલિયાત અને નવાગામની શાળામાં 3.96 લાખ રૂપિયાના ખર્ચે નવીન ઓરડાનું નિર્માણ કરવામાં આવશે . પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય નિમિષાબેન સુથારે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે તાજેતરમાં બે શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. આજે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે એક નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે બે શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આમાં એક કાર્યક્રમ સુલિયાત પ્રાથમિક શાળાના નવીન ઓરડાના નિર્માણ માટે યોજાયો હતો, જ્યારે બીજા એક કાર્યક્રમમાં નવાગામ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો એક નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમ ડિંડોર તાલુકા સભ્યો બંને ગામોના સરપંચ સહિત શિક્ષકો ગ્રામજનો...