Posts

Showing posts from July, 2025

પંચમહાલ SOG પોલીસની તત્પરતાના પગલે અપહરણ કેસનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો

Image
 પંચમહાલ SOG પોલીસની તત્પરતાના પગલે સુરતના કાપોદ્રા અપહરણ કેસનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો    સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલા એક ચકચારભર્યા અપહરણ કેસમાં પંચમહાલની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણકર્તાઓ અને ભોગ બનનાર બંનેને પકડી પાડીને શાનદાર કામગીરી કરી છે.        SOG પોલીસ ને  વર્ધી મળી હતી કે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાળુભાઈ  મેડા ના પુત્ર અને તેમના પુત્ર વધુનું ચિરાગ ઉર્ફે જીતુ માલીવાડ સહિત છ જેટલી વ્યક્તિઓએ પજેરો  ગાડીમાં અપહરણ કરી ગયા છે પંચમહાલ SOG પોલીસે મળેલ વર્ધી ના આધારે બેઢિયા ટોલનાકા પર વોચ ગોઠવી ચેકીંગ હાથ ધર્યું હતું જે દરમિયાન અર્ટિગા ગાડીને રોકી ચેક કરતા ગાડીમાંથી ભોગ બનનાર તથા અપહરણ કરનાર સહિત છ લોકોને પકડી પાડયા હતા આમ પંચમહાલ પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણનો ગુનાનો ભેદ ઉકેલી કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યા હતા

પંચમહાલના કલેક્ટર અજય દહિયા ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રીના હસ્તે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત

Image
 પંચમહાલ જિલ્લા માટે ગૌરવની ક્ષણ! જિલ્લાના કલેક્ટર અજય દહિયા ને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.      પંચમહાલના એસ્પિરેશનલ બ્લોક ઘોઘંબામાં સંપૂર્ણતા અભિયાન હેઠળ નિર્ધારિત 6 ઇન્ડીકેટરમાં 100% સિદ્ધિ હાંસલ કરવા બદલ અજય દહિયાને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના નેતૃત્વમાં જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમની ઝડપી અને અસરકારક વહીવટી કામગીરીએ જિલ્લાના વિકાસને નવી દિશા આપી છે. આ એવોર્ડ રાજ્ય સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાના ઉત્કૃષ્ટ વહીવટ અને વિકાસલક્ષી પ્રયાસોની ઓળખ તરીકે આપવામાં આવ્યો છે. અજય દહિયાએ આ પુરસ્કારને જિલ્લાની જનતા અને તેમની ટીમના સમર્પણનું પરિણામ ગણાવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે દહિયાની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમનું કાર્ય ગુજરાતના વિકાસની ગાથાને મજબૂત બનાવે છે. આ એવોર્ડ 29 જુલાઈ, 2025ના રોજ એક ખાસ સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. પંચમહાલના નાગરિકો અને વહીવટી ત...

પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે મોટા સમાચાર ડેરીએ કરી જાહેરાત

Image
   પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે! પંચામૃત ડેરીએ ખેડૂતોના હિતમાં એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે, જેનાથી પશુપાલકોને નોંધપાત્ર આર્થિકન ફાયદો થશે.             વિગત: પંચામૃત ડેરી દ્વારા દાણ ફેક્ટરીમાંથી ઉત્પાદિત થતા દરેક દાણના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 2નો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે તેમની આવકમાં વધારો થશે.                   આ ભાવ ઘટાડાથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોને મહિને અંદાજે 2 કરોડ રૂપિયાનો સીધો આર્થિક લાભ થવાની અપેક્ષા છે. આ પગલું ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવશે.પંચામૃત ડેરી, જે 1973માં સ્થપાયેલી છે, તે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 1920 ગામોમાં દૂધ એકત્રીકરણ અને ડેરી ઉત્પાદનોના વેચાણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ડેરીની દાણ ફેક્ટરી, જે 2004-05માં સ્થપાઈ હતી, દર વર્ષે 1 લાખ મેટ્રિક ટનથી વધુ દાણનું વેચાણ કરે ...

SBI ની શાખાઓમાં કરોડો રૂપિયાનું કોભાંડ બે મેનેજર સહિત અનેક ની ધરપકડથી ખળભળાટ

Image
 દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બે શાખાઓમાં કરોડો રૂપિયાના લૉન કૌભાંડનો સનસનીખેજ પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં બેંકના પૂર્વ મેનેજરો સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.            દાહોદ શહેરની SBIની માણેકચોક અને સ્ટેશન રોડ શાખાઓમાં નકલી દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપના આધારે 5.50 કરોડ રૂપિયાની લૉન આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ 2021થી 2024 દરમિયાન ચાલ્યું હતું જેમાં બેંકના નિયમોનું ઉલ્લંઘન કરીને લૉનની રકમ બિનલાયક વ્યક્તિઓને આપવામાં આવી હતી બેંકના ઑડિટ રિપોર્ટમાં આ ગેરરીતિ સામે આવતાં હાલના બ્રાન્ચ મેનેજર દીપક પવાર અને નિતિન પૂડીરે દાહોદ પોલીસમાં ફરિયાદ નોધાવી છે                      આ મામલે પૂર્વ બ્રાન્ચ મેનેજર ગુરમીતસિંહ બેદી અને મનીષ ગવલે, બે એજન્ટ સંજય ડામોર અને ફઈમ શેખ સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.     આ કૌભાંડમાં બેંકના પૂર્વ મેનેજરો અને એજન્ટોની મિલીભગતથી નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પંચમહાલમાં મનરેગા કોભાંડ સહિત અન્ય મુદ્દાઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું

Image
 પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટર કચેરી એ પહોંચ્યા     પ્રમુખ ચેતનસિંહ પરમારની અધ્યક્ષતામાં નારા લગાવી રેલી સ્વરૂપે કલેક્ટર ને આવેદન પાઠવ્યું   ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિપક્ષના નેતા તુષાર ચૌધરીને ઉદ્દેશીને આદિવાસી સમાજ પર પત્રકાર જગદીશ મહેતા દ્વારા કરાયેલી ટિપ્પણી મુદ્દે તથા પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા તપાસ માટે અગાઉ અપાયેલ આવેદનપત્ર બાબતે કોઈ તપાસ ન થવા બાબત તથા પંચમહાલ જિલ્લામાં ગોધરા અમદાવાદ ઈન્દોર હાઇવે પર પડેલ ખાડા અને માર્ગના મુદ્દે તથા ખેડાના ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા એક કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી બાબતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગોધરામાં પતિએ પોતાની પત્નિની શંકાને લઈ હત્યા કરતા ચકચાર મચી

Image
 ગોધરા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલાં  એક પતિએ પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.      ગોધરા શહેરમાં બે દિવસ પહેલાં એક દુઃખદ ઘટના બની હતી જેમાં  પતિએ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થયો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે મહિલાનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હતું. પોલીસે આ મામલે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો, જે આ ઘટનાનું કારણ બન્યું હોવાનું માનવામાં આવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીએ પત્ની પર શંકા અને વારંવારના ઝઘડાઓના કારણે આવેશમાં આવીને આ ગુનો આચર્યો હોવાની આશંકા છે.  ગોધરા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પતિની ધરપકડ બાદ તેની પૂછપરછ ચાલુ છે, અને પોલીસ અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે આઘાત અને ચર્ચા જોવા મળી રહી છે.

સાંસદ દેવુસિંહ ચૌહાણના નિવેદનથી બ્રહ્મણ સમાજમાં ફેલાયો રોષ

Image
 સાંસદ દેવુસિંહ ચૌહાણના નિવેદનથી બ્રહ્મણ સમાજમાં રોષ ફેલાયો છે તેમણે ગીતા, વેદો અને કર્મકાંડ અંગે ટિપ્પણી કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે  જેમાં તેમણે કહ્યું હતું કે "કર્મકાંડની વાતો સમાજને બીજી દિશામાં દોરી જાય છે." આ નિવેદનને બ્રહ્મણ સમાજ અને સનાતન ધર્મનું અપમાન ગણાવી, સમાજના આગેવાનોએ તેનો વિરોધ કર્યો છે અને માફીની માગણી કરી છે

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.

Image
 પંચમહાલ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના એક સભ્યની ધરપકડ સાથે ત્રણ ચોરાયેલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.        પંચમહાલ જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગેંગ હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના ચેસિસ અને એન્જિન નંબરમાં ફેરફાર કરી, ખોટી નંબર પ્લેટ લગાવીને ખોટી એન ઓ સી બનાવી આ વાહનો બજારમાં વેચાણ કરવામાં આવતા હતા  પોલીસે આ ગેંગના એક મુખ્ય સભ્યની ધરપકડ કરી છે અને તેની પાસેથી ત્રણ ચોરાયેલા વાહનો જપ્ત કર્યા છે.

ગોધરાથી નાસિક તરફ જઈ રહી હતી એસ ટી બસ દરમિયાન બની હુમલાની ઘટના બી ડિવિઝન મથકે મામલો

Image
 ગોધરાથી નાસિક તરફ જઈ રહી હતી એસ ટી બસ દરમિયાન બની હુમલાની ઘટના બી ડિવિઝન મથકે મામલો પહોંચ્યો.

ગોધરાની 100 ઉપરાંત મુસ્લિમ મહિલાઓ રોજગારીની તકો ઉભી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચી

Image
 ગોધરા શહેરની 100 ઉપરાંત મુસ્લિમ મહિલાઓ દ્વારા રોજગારીની માંગ સાથે જિલ્લા ક્લેક્ટર ને રજૂઆત કરવામાં આવી. રાજ્ય ની ગરીબ મહિલાઓ ને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ ગોધરા શહેરની મુસ્લિમ મહિલાઓ સુધી આ યોજનાઓ પહોચતી નથી અને આ યોજનાઓના લાભ મળી રહેલ નથી જે ને લઈ આજ રોજ ગોધરા ની 100 ઉપરાંત મુસ્લિમ મહિલાઓ પંચમહાલ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા ક્લેક્ટર ને લેખીત રજૂઆત કરી હતી મહિલા દ્વારા રજૂઆત માં જણાવ્યું હતું કે, અમને સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસ સહિત રોજગારી મળી રહે તેવા ઉદ્યોગો ઉભા કરવામાં આવે જે થી અમને કોઈ સામે હાથ ફેલાવો ન પડે અને અમે તમામ મહિલાઓ આત્મનિર્ભર બની શકીએ

ગોધરા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજ રોજ એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું

Image
 ગોધરા  પોલીસ અધિક્ષકની કચેરી  ખાતે આજ રોજ એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું       પંચમહાલ જિલ્લા ની SP ની કચેરી ગોધરા ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગોધરા સહિત પંચમહાલની જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવી હતી જેમાં અનેક લોકોએ પોતાના પ્રશ્નો અને રજૂઆત કરી હતી ગોધરા રેન્જ આઇ જી એ અરજદારોને સાંભળી સમસ્યાનું સુખદ સમાધાન લાવવાની બાહેધરી આપી હતી

હાલોલ શામળાજી રોડની સમારકામની કામગીરી હાથ ધરાઈ કલેકટરે સમીક્ષા હાથ ધરી

Image
 પંચમહાલમાં હાલોલ શામળાજી હાઈવે રોડ ની પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી  કલ્યાણા હાલોલ શામળાજી ટોલ પ્લાઝા દ્વારા પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી જીલ્લા કલેકટર અજય દહિયા કામગીરી ની સમીક્ષા માટે પહોચ્યા    પંચમહાલ જિલ્લામાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરવામા આવી છે       જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાભરમાં માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર માર્ગ મરામત કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે અને સમયસર કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના અગત્યના માર્ગો પૈકી  ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ હેઠળ આવતી મેસરી નદીના પુલનું સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે જીલ્લા કલેકટર અજય દહિયા કામગીરી ની સમીક્ષા માટે પહોચ્યા હતા

પંચમહાલ જિલ્લાના AIMIM ના મહામંત્રીએ ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી

Image
 2022 માં ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યા થઈ હતી આ ઘટના પર આધારિત ઉદયપુર ફાઇલ્સ નામની એક ફિલ્મ બની છે, તેની રિલીઝ 11 જુલાઈ, 2025ના રોજ થવાની હતી પરંતુ દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝ પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. 

ગોધરા રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં 15 મી જુલાઈના રોજ મિટિંગ યોજાશે જાહેર જનતા પ્રશ્નો રજૂઆત કરી શકશે

Image
 પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ગોધરા ખાતે આગામી 15 મી જુલાઈએ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ છે   ગોધરા રેંજના પોલીસ મહાનિરિક્ષક ની અધ્યક્ષતાને આ મીટીંગ નુ આયોજન કરવામાં આવશે જેમાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે જાહેર જનતાને પણ રજૂઆત માટે આમંત્રિત કરવામાં આવી છે  પંચમહાલ જિલ્લા ની SP કચેરી ગોધરા ખાતે આગામી 15 મી જુલાઈ મંગળવારના રોજ ગોધરા રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગમાં ગોધરા સહિત પંચમહાલની જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવી છે જેમાં જનતાની કોઈ રજૂઆત કે પ્રશ્નો હોય તેઓ આ મિટિંગમાં રજૂઆત કરી શકશે આ અંગેની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી પ્રેસ નોટ વડે આપવામાં આવી છે

આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું

Image
 ગોધરામાં આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા, અને ઇન્ડિયન મેડિકલ અસોસિએશન, (IMA) ગોધરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું  આ કાર્યક્રમમાં ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રમુખ  રવિ હીરવાણી, બિઝનેસ હેડ ડો. નિરવ શાહ, રેડિએશન ઓન્કોલોજી વિભાગની એમડી ડો. વંદના દહિયા, તથા ન્યુક્લિયર મેડિસિન ના નિષ્ણાત ડો. રાજીવ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. IMA ગોધરાના વરિષ્ઠ ડોક્ટરોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા  કેન્સર સેન્ટરના ઉદ્દેશ વિશે હોસ્પિટલના પ્રમુખ  રવિ હીરવાણીએ જણાવ્યું કે, “આધુનિક સારવાર પદ્ધતિઓ, અનુભવી ડોક્ટરો અને ટેક્નોલોજીના સંયોજન દ્વારા ગોધરા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવાનો અમારો ઉદ્દેશ છે.” કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિએશન થેરાપી, કેમોથેરાપી, અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે.      આ પ્રસંગે IMA ગોધરાના વરિષ્ઠ ડોક્ટરોએ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના આ કામ ની પ્રશંસા કરી અને સ્થાન...

પંચમહાલના ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના છે.છે.ને છે.

Image
 પંચમહાલના ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના છે.છે.ને છે..અમિત ચાવડા

ઘોઘંબા માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો,

Image
 . ઘોઘંબા માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે યોજાયેલા આ પદગ્રહણ સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારએ પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે કોંગ્રેસના નેતા અમીત ચાવડા ઉપસ્થિતિ રહયા હતા સમગ્ર જિલ્લાના કાર્યકરોએ નવા પ્રમુખના નેતૃત્વમાં સંગઠનને વધુ મજબૂત કરવાનો અને જનસંપર્ક વધારવાનો સંકલ્પ લીધો હતો  સમારોહ દરમિયાન અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે પાર્ટીમાં ખાલી કાર્ડ છપાવવા કે હોદ્દો લેવા માટે નહીં પણ જે લોકોમાં મહેનત કરવાની ક્ષમતા છે જે પક્ષના સંગઠનને મજબૂત કરવા માંગે છે લોકોના પ્રશ્નો માટે લડવા માંગતા હોય તેવા લોકો પોતાના બાયોડેટા આપજો તેમને જવાબદારી સોંપવામાં આવશે સમારોહમાં પાદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપીને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.

પાદરા બ્રિજ દુર્ઘટનાને લઈ વિરોધ પક્ષના નેતાનું મોટું નિવેદન મંત્રી મંડળ સાથે CM રાજીનામું આપે

Image
 પાદરા બ્રિજ દુર્ઘટનાને લઈ વિરોધ પક્ષના નેતાનું મોટું નિવેદન મંત્રી મંડળ સાથે CM રાજીનામું આપે

ગોધરામાં ધોધમાર વરસાદે ધબડાતી બોલાવી પાલિકાના પાપે વિધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા

Image
 પંચમહાલ જિલ્લાના ગોધરામાં ધોધમાર વરસાદે ધબડાતી બોલાવી છે. ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓ નદીમાં ફેરવાયા છે, જેના લીધે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાલિકાના પાપે હમીરપુર રોડ પર આવેલી એમ ઈ ટી હાઈસ્કૂલના વિધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા  ગોધરા શહેરમાં બપોરના 3 કલાકથી શરૂ થયેલો ભારે વરસાદ સાંજે 7 વાગે યથાવત રહ્યો હતો .થોડા જ કલાકોમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, અને રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો. ખાસ કરીને ગોધરાના નીચાણવાળા વિસ્તારો માં પાણીનું સ્તર ઘૂંટણ સુધી પહોંચી ગયું છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતાં હમીરપુરના એમ ઈ ટી હાઈસ્કૂલના વિધાર્થીઓ  પાણીમાં ચાલતા અને મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે

પૂર્વ કાયદા મંત્રીએ નગર પાલિકા ચીફ ઓફિસર પર કર્યા ગંભીર આક્ષેપો

Image
 હાલોલના ચીફ ઓફિસર ની કામગીરી સામે ઉદેસિંહ બારીયાએ ઉઠાવ્યા સવાલો પૂર્વ કાયદા મંત્રીએ નગર પાલિકા ચીફ ઓફિસર પર કર્યા ગંભીર આક્ષેપો  હાલોલ માં દબાણો દુર કરવા ની કામગીરી નગરપાલિકા ના સભ્યો અને વગદાર લોકો ના ઈશારે કરતા હોવા નો આક્ષેપ  હાલોલ પાલિકા ચીફ ઓફિસર તાનાશાહ જેવું વર્તન કરતા હાલોલ ના તળાવ પાસે આવેલ દુકાનો તોડી પાડવા મા આવી    જે તે વખતે દુકાનદારો એ દુકાનો ડિપોઝીટ ભરી ભાડે લીધી હતી,મોટી સંખ્યા મા દુકાનદારો ને બેરોજગાર કર્યા હોવા ના આક્ષેપ     હાલોલ જીઆઇડીસી માંથી કરોડો રૂપિયા ના પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દામાલ તરીકે લાવ્યા પણ બારોબાર વેચી માર્યા નો પણ આક્ષેપ

પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોતથી લોકોમાં ચિંતાનું મોજું.

Image
 . પંચમહાલ જિલ્લામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના મોત થયા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા અને હાલોલ વિસ્તારોમાં ગત એક સપ્તાહમાં આ ત્રણ બાળકોના મોત નોંધાયા છે. આ બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જોકે, ત્રણ બાળકોનો જીવ બચાવી શકાયો નથી. હાલ એક અન્ય બાળક સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે ICMR પુડુચેરીની ટીમ પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. લોકોને સાવચેતી રાખવા અને તાવ, માથાનો દુખાવો કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ એક ગંભીર વાયરસ છે, જે મુખ્યત્વે બાળકોમાં ઝડપથી ફેલાય છે અને તેના લક્ષણોમાં તાવ, ખેંચ અને ન્યુરોલો...

જાંબુઘોડા સહીત રાજ્યભર માં થયેલ મનરેગા ભ્રષ્ટાચાર ની તટસ્થ તપાસ ની માંગ સાથે રાજ્યપાલને રજૂઆત

Image
 પંચમહાલના જાંબુઘોડા સહિત સમગ્ર રાજ્યમાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મહામુહિમ રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી  ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ધારાસભ્યો અને વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વ્યાપક ભ્રષ્ટાચારમાં તટસ્થ તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યુ

પંચમહાલ ભાજપ કાર્યાલય કમલમ ખાતે નવનિયુક્ત સરપંચ શ્રીઓનો સન્માન સમારોહ યોજાયો

Image
 ગોધરાના કમલમ ખાતે નવનિયુકત સરપંચશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો  પંચમહાલ જિલ્લામા તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમા ચૂંટાયેલા સરપંચો નો સન્માન સત્કાર કાર્યક્રમ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવા મા આવ્યો હતો         ભાજપ ના કમલમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ મા જિલ્લા ના તમામ ચૂંટાયેલા અને સમરસ થયેલ સરપંચો એ હાજરી આપી હતી        સરપંચ સન્માન સત્કાર કાર્યક્રમ મા સૌ ચૂંટાયેલા અને સમરસ થયેલ તમામ મહિલા અને પુરુષ સરપંચ નું ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન કરવા મા આવ્યું હતું અને ખાસ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાર્ટી ને અનુલક્ષી ને જણાવાયું કે જિલ્લા મા ચૂંટાયેલા તમામ સરપંચ ભાજપ સમર્થીત સરપંચ છે જેથી આગામી સમય મા સરકાર ની તમામ યોજના ઓ નો લાભ પહોંચાડવા મા સરળતા રહશે       આ કાર્યક્રમ મા હાજર કાલોલ ના ધારાસભ્ય અને મોરવા હડફ ના ધારાસભ્ય એ પણ સરપંચ ને ગામડા ના સાચા સેવક બનવા અપીલ કરી અને સુચન પણ કર્યું કે સરપંચ બની ગામ મા વિકાસ થાય એવા કામો કરશો     પ્રભારી ભરત ભાઈ ડાંગર દ્વારા પણ સરપંચો ને ગામ ના સેવા...