Posts

Showing posts from August, 2025

ગોધરામાં પોલીસની ફ્લેગ માર્ચ પંચમહાલ,દાહોદ,મહીસાગરના SP સહિત પોલીસ કાફલો તૈનાત

Image
 ગોધરા રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં પોલીસની  સુરક્ષા દળો સાથે ગણેશ વિસર્જનના રૂટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યુ   શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી     ગોધરામાં ગણેશ ચતુર્થીના પર્વની પૂર્ણાહુતિ ગણપતિ વિસર્જન સાથે થવાની છે. આ પ્રસંગે ગોધરા શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ પ્રશાસને કડક તૈયારીઓ કરી લીધી છે. અડધું શહેર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે અને શાંતિપૂર્ણ વિસર્જન માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રાઓ અને ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને, પોલીસે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચનો હેતુ લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાવવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. પોલીસે શહેરના ચોક્કસ વિસ્તારોમાં નાકાબંધી કરી છે અને CCTV કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ફ્લેગ માર્ચ માં રેન્જ આઇ જી આર વી અસારી,કલેક્ટર અજય દહિયા પંચમહાલ, મહીસાગર,દાહોદ જિલ્લાના SP DYSP સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

ગોધરામાં સાંઢ રમણે ચડ્યો પોલીસ કર્મીઓને દોડાવ્યા..

Image
 ગોધરામાં ફરી એકવાર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે  જૂની પોસ્ટ આગળ આખલાએ પોલીસ જવાનને દોડાવ્યો હતો  ગોધરા શહેરની જુનીપોસ્ટ ઓફિસ વિસ્તારમાં ઓપ્ટિક પેલેસની પાસે એક આખલો રમણે ચડ્યો હતો ખાખી વર્દી જોવે એટલે તેમની પાછળ પડી પોલીસ કર્મીને દોડાવતો હતો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

ગોધરાની મેસરી નદી બે કાંઠે અનેક ઘરોમાં પાણી ભરાયાં લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું

Image
 ગોધરામાં ભારે વરસાદના કારણે મેસરી નદી બે કાંઠે વહેવા લાગી છે, જેના પરિણામે નદીના કિનારે આવેલા ઘરોમાં પાણી ઘૂસ્યા સ્થાનિક રહિશોમા ચિંતાનું મોજું ફેલાવ્યું  ગોધરા સહિત સમગ્ર અનચમહાલ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીમાં   પાણીની આવક ખૂબ જ વધી ગઈ છે. આસપાસના વિસ્તારોમાં સતત વરસાદે નદીનું જળસ્તર ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે, જેના કારણે નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી અનેક ઘરો અને દુકાનોને નુકસાન થયું છે. અનેક વાહનો પાણી ગરકાવ થઈ ગયા છે SDM, ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કર્યું હતું  લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, અને નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. નદીના કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે જવા માટે સૂચના આપવામાં આવી છે.

પંચમહાલ પોલીસે શિમલા મરચાની આડમાં પોષડોડની હેરાફેરીનો કર્યો પર્દાફાસ્ત..

Image
 પંચમહાલ પોલીસે  શિમલા મરચાની આડમાં પોષડોડા ભરી જતા પિકઅપ બોલેરોને ઝડપી પાડી SOG પોલીસને મળેલ બાતમીના આધારે અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી પોષડોડા ભરીને લઈ જતા બે શખ્સોને ઝડપી પાડ્યા  પંચમહાલ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક પિકઅપ વાહનમાં ગેરકાયદેસર રીતે પોષડોડા (અફીણના દાણા) ની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ગોધરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અમદાવાદ ઇન્દોર હાઈવે  પર એક પિકઅપ વાહનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને વાહનમાંથી મરચાની બોરીઓ મળી આવી હતી, બોરીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી,  તેમાંથી મોટી માત્રામાં પોષડોડા ભરેલા હોવાનું બહાર આવ્યું હતું.   આ ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને પોલીસે  કસ્ટડીમાં લીધા છે. ઝડપાયેલા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ડૉ.હરેશ દુધાતે પદભાર સંભાળ્યો

Image
 પંચમહાલ જિલ્લામાં નવા પોલીસ અધિક્ષક તરીકે ડૉ. હરેશ દુધાતે પદભાર સંભાળ્યો જિલ્લા પોલીસ દળે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પંચમહાલ જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે ડૉ. હરેશ દુધાતે આજે તેમનો ચાર્જ સંભાળ્યો છે. ગોધરા ખાતે આવેલી જિલ્લા પોલીસ કચેરીમાં તેમનું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફૂલહાર અને શુભેચ્છાઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ. હરેશ દુધાત, જે એક અનુભવી અને કડક પોલીસ અધિકારી તરીકે જાણીતા છે, તેમણે આ પ્રસંગે પોલીસ દળ અને જનતા સાથે મળીને જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે

ગોધરા સિટી ટ્રાફિક પોલીસ અને ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ

Image
 ગોધરા સિટી ટ્રાફિક પોલીસ અને ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ   ગોધરા શહેરમાં, જ્યાં ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો. ગોધરા સિટી ટ્રાફિક પોલીસ અને ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ અભિયાન હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ગોધરા શહેરની શેરીઓમાં આજે ટ્રાફિક જાગૃતિનો સંદેશ ગુંજી ઉઠ્યો. ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગોધરા સિટી ટ્રાફિક પોલીસની ટીમે મળીને આ રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રાફિક પોલીસના જવાનો સામેલ થયા હતા. રેલી દરમિયાન, વિદ્યાર્થીઓએ "હેલ્મેટ પહેરો, જીવન બચાવો", "ટ્રાફિક નિયમોનું પાલન કરો, અકસ્માત ટાળો" અને "સ્પીડ નહીં, સલામતી જરૂરી" જેવા સ્લોગન્સ લખેલા બેનર્સ અને પ્લેકાર્ડ્સ લઈને શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા. આ રેલી શહેરના સરદાર નગરખંડથી શરૂ થઈ સાથરિયા બજાર પટેલવાડા પોલણબજાર થઈ સા...

ગોધરા નગરપાલિકાની બેદરકારી સામે રહીશો દ્વારા આક્રોશ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત..

Image
 *ગોધરા શહેરના પિઠા મોહલ્લામાં ચોમાસે પાણી ભરાવાનો કટોકટીભર્યો માહોલ – નગરપાલિકાની બેદરકારી સામે મોહલ્લાવાસીઓમાં આક્રોશ સાથે જિલ્લા સેવાસદન કચેરી ખાતે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી હતી.* ગોધરા નગરપાલિકાના વોર્ડ નં 10 માં આવેલ પીઠા મહોલ્લા ફોદા કંપાઉન્ડ પાછળનો વિસ્તાર સહિત ચોમાસાની સીઝન ચાલુ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. ખાસ કરીને પિઠા મોહલ્લાના રહીશોને દર વર્ષે વરસાદ પડે ત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે આજે સ્થાનિક મહિલાઓએ જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, રહીશોના જણાવ્યા પ્રમાણે, મોહલ્લો નીચાણ વિસ્તારમાં આવેલ હોવાથી રોડ પરથી આવતા વરસાદી પાણીનું ઢાળ સીધું મોહલ્લા તરફ પડે છે. જેના કારણે થોડોક વરસાદ પડતાં જ પાણી મોહલ્લામાં ઘૂસી જાય છે. પરિસ્થિતિ એટલી વણસે છે કે ૧૦ જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય છે. પાણીના દબાણથી ઘરના નિકાસ પાઇપોમાંથી પણ પાણી પાછું બેક થઈ અંદર આવવા લાગે છે.સ્થાનિક રહીશોનું કહેવું છે કે, મોહલ્લામાં નગરપાલિકાની તરફથી કોઈ ગટરલાઇન કે ચેમ્બર દ્વારા પાણી નિકાલની સુવિધા કરવામાં આવી નથી....

ગોધરા ખાતે સિંધી સમાજ દ્વારા ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા મુદ્દે આવેદન પાઠવ્યું

Image
  અમદાવાદ મણિનગર સેવન્થ ડે સ્કુલ માં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ગોધરા ખાતે સિંધી સમાજ અને હિંદુ સમાજ દ્વારા જિલ્લા  કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું   અમદાવાદના મણિનગર વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની નિર્દય હત્યા મામલે ગોધરા ખાતે સિંધી સમાજના અગ્રણીઓ સિંધી સમાજ, ભારતીય સિંધુ સભા તથા હિંદુ સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠન ના કાર્યકરો  કલેકટર કચેરી બહાર  મોટી સંખ્યામાં  એકત્રિત થઈ ભારે સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી  હત્યારા આરોપીને કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓની પુનરાવર્તન ન થાય અને સમાજમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તેવી માંગ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

Image
 હાલોલ ખાતે રાજ્યપાલ ના અધ્યક્ષસ્થાને  ગુજરાતભરમાં થઈ રહેલી કૃષિ સંદર્ભે કામગીરીની  સમીક્ષા બેઠક યોજાઈ પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે  રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યભરમાં થઈ રહેલી કામગીરી અને પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા તેનો વ્યાપ વધારવા અર્થે   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે   તેનો વ્યાપ વધારવો એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે   આ મિશનને સફળ બનાવવું સમયની માંગ છે   પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પર્યાવરણની ગુણવત્તા સુધરે છે, જન આરોગ્ય વધુ સારું બને છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય 'મિશન' બનાવી દીધું છે, જેનુ નેતૃત્વ ગુજરાતે કરવાનું છે  રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્ય અને જિલ્લાના કૃષિ સંલગ્ન વિભાગો, યુનિવ...

ગોધરામાં ગણેશ વિસર્જનને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અનેક મુદ્દાઓ બાબતે મનાઈ ફરમાવવામાં આવી..

Image
 પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ મહોત્સવ 2025ની ઉજવણી અંગે નિર્ણાયક બાબતો જાહેર કરવામાં આવી   જિલ્લા મેજિસ્ટ્રેટે ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે વિવિધ નિર્ણાયક બાબતો જાહેર કરી છે.  આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ, ના રોજ ઉજવાશે, અને આ ઉત્સવ 5 દિવસ સુધી ચાલશે જે અંતર્ગત  જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી સંદર્ભે વિવિધ નિર્ણયાત્મક બાબતો જાહેર કરવામાં આવી છે.   ગોધરા શહેરમાં દર વર્ષની જેમ ગણેશ મહોત્સવ ની ઉજવણીની સમય મર્યાદા પાંચ દિવસની રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. જેમાં ગણપતિની મૂર્તિની સ્થાપના ૨૭ ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને ઉત્સવ દરમિયાન પૂજા અર્ચના તેમજ નકકી કરેલ સ્થળોએ વિસર્જન કરવામાં આવશે. જે અન્વયે શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ ખાતે વિસર્જનની તારીખ ૦૧ સપ્ટેમ્બર ને સોમવારની નિયત કરાઈ છે.  સમગ્ર ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી  જિલ્લા મેજિસ્ટ્રેટ ની કચેરી ખાતેથી જરૂરી જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.   ગણપતિની મૂર્તિ...

આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓરવાડા ખાતે ડૉ. રક્ષિત શાહ દ્વારા આંતરડાની આસપાસ ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું

Image
 આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓરવાડા ખાતે ડૉ. રક્ષિત શાહ દ્વારા આંતરડાની આસપાસ ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું    વડોદરાના જાણીતા ઓન્કોલોજી સર્જન ડૉ. રક્ષિત શાહે તાજેતરમાં એક જટિલ શસ્ત્રક્રિયા કરીને દર્દીના પેટની અંદર આંતરડાની આસપાસ રહેલી ચરબીની ગાંઠ (લિપોમા) ને સફળતાપૂર્વક દૂર કરી છે. આ ઓપરેશનની સફળતાએ દર્દીને માત્ર રાહત જ નથી આપી, પરંતુ તબીબી ક્ષેત્રે ડૉ. શાહની નિપુણતાને પણ ઉજાગર કરી છે. ડૉ. રક્ષિત શાહ, જે ઓરવાડા આરોગ્યમય કેન્સર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે, તેમણે આ ઓપરેશન દરમિયાન અદ્યતન લેપ્રોસ્કોપિક ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનિકનો ઉપયોગ કરીને નાના ચીરા દ્વારા ગાંઠને દૂર કરવામાં આવી, જેના કારણે દર્દીને ઓછું દર્દ અને ઝડપી રિકવરીનો લાભ મળ્યો. ઓપરેશન પછી દર્દીની સ્થિતિ સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.

ગોધરાના વાવડી બુઝર્ગ ના વૈજનાથ સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર LCB નો દરોડો

Image
 ગોધરામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. ગોધરા LCB પોલીસે  એક મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે, ગોધરા શહેરના એક જુગારધામ પર દરોડો પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. LCB ની ટીમે ગોધરાના વાવડી બુઝર્ગ ના વૈજનાથ સોસાયટી માં એક બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત ૧૪૦૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા જુગારીઓમાંથી મોટાભાગના સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ ઘટના અંગે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

પંચમહાલ જિલ્લામાં ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ...

Image
 પંચમહાલ જિલ્લામાં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી જાંબુઘોડા ખાતે કરાઈ હતી  આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું     આઝાદીના ૭૯મા વર્ષની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આદિજાતિ વિકાસ, મંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ, મંત્રી કુબેર ડીંડોરે ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી ઝીલી હતી.             આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતા આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરે સમસ્ત પંચમહાલ વાસીઓને ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જાંબુઘોડાના જંગલોમાં રહીને આઝાદીની લડતમાં ફાળો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરની વીરતાને વંદન કર્યા હતા. મ...

ગોધરામાં વોટ ચોરી મામલે કોંગ્રેસની મશાલ રેલી શહેરની શેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી

Image
 ગોધરા શહેરમાં કોંગ્રેસ પાર્ટીએ "વોટ ચોરો, ગાડી છોડો" ના નારા સાથે એક વિશાળ મશાલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી ચૂંટણીમાં કથિત મતદાન ગેરરીતિઓ અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવવા માટે યોજાઈ હતી. રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાગ લીધો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી હતી      ગોધરા શહેરની શેરીઓ સાંજે મશાલોની રોશનીથી ઝળહળી ઉઠી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ "વોટ ચોરો, ગાડી છોડો" ના નારા સાથે એક મશાલ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીનું નેતૃત્વ  કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે  કર્યું હતું, જેમાં સ્થાનિક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રેલીનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં ગેરરીતિઓ અને ભાજપની મદદથી "વોટ ચોરી" ના કથિત આરોપોને ઉજાગર કરવાનો હતો. કોંગ્રેસે આ રેલી દ્વારા રાહુલ ગાંધીના "વોટ ચોરી" ના આરોપોને વધુ બળ આપ્યું છે રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતથી મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. ગોધરાની આ રેલીમાં પણ આ મુદ્દાન...

ગોધરા શહેર દેશભક્તિના રંગે રંગાયું ભવ્ય ત્રિરંગા યાત્રામાં નગરજનોએ ભાગ લીધો

Image
 ગોધરામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં હજારો નાગરિકોએ ભાગ લીધો.  ગોધરા શહેર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું, જ્યાં જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક, પટેલવાડા, પોલણબજાર અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને રામસાગર તળાવ સુધી પહોંચી હતી. હજારો નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, NCC, પોલીસ કર્મચારીઓ  આ યાત્રામાં સાંસદ, ધારાસભ્યો,સહિત અધિકારીઓ,પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓએ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો  યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું .રસ્તાઓ પર સ્થાનિક લોકોએ પુષ્પવૃષ્ટિ કરીને યાત્રાનું સ્વાગત કર્યું હતું "હર ઘર તિરંગા - હર ઘર સ્વચ્છતા" અભિયાનના ભાગરૂપે આયોજિત આ યાત્રામાં અખંડ ભારતની એકતા અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા  આ ભવ્ય યાત્રાએ નગરમાં દેશભક્તિનો અનોખો ઉત્સાહ જગાડ્યો હતો.ગોધરા શહેરના નાગરિકો આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનીને ગૌરવ અનુભવી રહ્યા છે.

વિપક્ષ આક્રમક

Image
 વિપક્ષ આક્રમક

વોટ ચોરી મામલે ઘમાસાણ વોટ ચોર ગાદી છોર

Image
 વોટ ચોરી મામલે ઘમાસાણ વોટ ચોર ગાદી છોર 

રાહુલ ગાંધીએ ફોડ્યો એટમ બોમ્બ ચૂંટણી પંચ અને ભાજપા ચોંકી ઉઠી..

Image
 રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોટા પાયે વોટ ચોરી થઈ છે, જેના કારણે ભાજપને ફાયદો થયો અને કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધનને નુકસાન થયું.  આ મુદ્દાની વિગતો આપતા  રાહુલ ગાંધીએ શું કહ્યું સાંભળીયે   આ વિવાદે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂ પણ રાહુલના સમર્થનમાં આવ્યા છે, જેમણે ચૂંટણી પંચને તાત્કાલિક તપાસની માગ કરી છે. બીજી તરફ, ભાજપે આ આરોપોને “જનાદેશનું અપમાન” ગણાવ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દો કયો વળાંક લેશે, તેના પર દેશભરની નજર રહેશે.

મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસના અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

Image
 મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસના અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું   આદિવાસી સમુદાયની સંસ્કૃતિ, પરંપરા અને યોગદાનને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા  પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી યુવાનો અને મહિલાઓએ રંગબેરંગી વેશભૂષા ધારણ કરી રેલી યોજી હતી, જેમાં ગામીત, ભીલ અને અન્ય આદિવાસી નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી.   આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓ અને સમાજના અગ્રણીઓને તેમના શૈક્ષણિક અને સામાજિક યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર, આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર ધારાસભ્ય નિમિષા બેન સુથાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મનરેગામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે રાજયસભામાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે, શક્તિસિંહ ગોહિલ

Image
  મનરેગામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે રાજયસભામાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે, શક્તિસિંહ ગોહિલ

ગોધરા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

Image
 ગોધરા ખાતે સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત  સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામા આવી  ૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ વિશેષ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ      ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોઇ તે અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં ૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે  પ્રથમ દિવસે ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામા આવી હતી.           સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કુલ,ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયા ની અધ્યક્ષતામાં સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી         સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે.

ગોધરા ખાતે મંત્રી કુબેર ડિંડોરના હસ્તે નવીન બસનું પ્રસ્થાન કરાયું ૧૩૫ જેટલી બસો મારફતે નવીન રૂટો શરૂ કરાશે

Image
 ગોધરા ખાતે આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે  નવીન બસનું લોકાર્પણ કરાયું વાઘજીપુર થી ગાંધીનગરના રૂટ માટે નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ . પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ગોધરા બસ સ્ટેન્ડ ખાતે નવીન બસ સેવાનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય સી.કે.રાઉલજી અને અન્ય મહાનુભાવો દ્વારા વાઘજીપુર થી ગાંધીનગરના રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.                  ગોધરા ડિવિઝનમાં ૩ જિલ્લામાં કુલ ૧૩૫ જેટલી નવીન બસો ફાળવવામાં આવી છે અને નવીન રૂટો પણ શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મીની બસો ટ્રાઈબલ વિસ્તારો માટે શરૂ કરાશે તેવું મંત્રીએ જણાવ્યું હતું             આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ અને ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કોઈ પણ શિક્ષક નૈતિકતા ચૂકશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આવું શા માટે કહયું?

Image
 ગોધરાના BRGF ભવન ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે હાજરી આપી હતી  એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અતંર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી કુબેર ડિંડોરના હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા  નારૂકોટ શાળાના આચાર્ય એ શિક્ષિકા સાથે અભદ્ર વર્તન કર્યું હતું તે અંગે મીડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો જે અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતુ કે કોઈ પણ શિક્ષક નૈતિકતા ચૂકશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે