ગોધરા સબજેલ ખાતે બંદીવાનો માટે સરદાર વલ્લભભાઈ પટેલ વિષયક વિશેષ પરીક્ષાનું આયોજન કરાયું...
ગોધરા સબ જેલ ખાતે બંદીવાનો માટે સરદાર વલ્લભભાઈ પટેલ વિષયક વિશેષ પરીક્ષા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેનુ પરિણામ જાહેર આજે કરવા મા આવ્યુ હતુ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોધરા સબ જેલ ખાતે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. બંદીવાનો માટે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યો અંગે વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 90 બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે જાહેર થયેલા પરિણામ મુજબ જુનેદ હારૂન મફત એ 60 માંથી 59 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ઉવેશ મફત બીજા ક્રમ મેળવ્યો હતો બંને વિજેતાઓને પ્રશસ્તિપત્ર અને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અન્ય 10 જેટલા બંદીવાનો ને પણ ઉત્તમ પ્રદર્શન બદલ પ્રશસ્તિપત્ર અને ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બંદીવાનો માં રાષ્ટ્રીય એકતા, પ્રેરણા અને દેશભક્તિના મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.