Posts

Showing posts from December, 2025

કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા પંચમહાલમાં પહોંચી ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો..

Image
 કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પંચમહાલમાં પહોંચી, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો   ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા હવે મધ્ય ગુજરાતમાં પહોંચી છે. આજે પંચમહાલ જિલ્લામાં યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નો, ડ્રગ્સ અને દારૂના વધતા પ્રસાર, બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી છે.

રાજ્ય પોલીસવડા વિકાસ સહાય ગોધરાની આકસ્મિક મુલાકાતે પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક...

Image
 રાજ્યના પોલીસવડા વિકાસ સહાય ગોધરા શહેરની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા    એસ.પી. કચેરીએ રાજ્ય પોલીસ વડા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું   નિવૃત્તિ પૂર્વે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે વિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ પોતાની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી કરી હતી. વર્ષ 1991 માં તેઓ ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ સંભાળી હતી. લાંબા સમય બાદ ફરી એક વખત ગોધરા આવી પહોંચતા તેમના માટે આ મુલાકાત ભાવનાત્મક અને સ્મરણસભર બની રહી હતી.રાજ્ય પોલીસ વડાની આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઇજી, જિલ્લાના પોલીસવડા ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસવડા તેમજ પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓ સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષ...

પંચમહોત્સવના અંતિમ દિવસે મહેરામણ ઉમટી પડયો કિંજલ દવેના ગીતોના તાલે ભીડ ઝૂમી ઉઠી...

Image
 પાવાગઢ વડાતલાવ ખાતે પંચમહોત્સવના અંતિમ દિવસે કિંજલ દવેના ગીતોના તાલે ભીડ ઝૂમી ઉઠી ગુજરાતની વિશ્વ ધરોહર સ્થળ ચાંપાનેર-પાવાગઢના વડાતલાવ ખાતે યોજાયેલા પંચમહોત્સવ નો આજે અંતિમ દિવસ હતો. આ મહોત્સવના છેલ્લા દિવસે લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેના સુરીલા ગીતો સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.  પાવાગઢના વડાતલાવ પાસે આયોજિત પંચમહોત્સવ 2025નો આજે છેલ્લો દિવસ હતો અને આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે ગરબા ક્વીન તરીકે જાણીતી કિંજલ દવેનો લાઇવ પર્ફોર્મન્સ રાખવામાં આવ્યો હતો. કિંજલ દવેના પ્રખ્યાત ગીતો જેમ કે 'ચાર બંગડી વાળી ગાડી', 'વિછુડો' અને અન્ય લોકગીતોના તાલે દર્શકો ઝૂમી ઉઠ્યા હતા.આ વર્ષે પંચમહોત્સવ માં પાર્થિવ ગોહિલ, ઓસમાન મીર, સગરદાન ગઢવી અને કિંજલ દવે જેવા જાણીતા કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યા હતા. પરંતુ અંતિમ દિવસે કિંજલ દવેના કાર્યક્રમને જોવા માટે સૌથી વધુ ભીડ જોવા મળી. દૂર-દૂરથી આવેલા ચાહકો મેદાનમાં ઊભરાઈ ગયા હતા અને ગીતોના તાલે નાચીને મોડી રાત સુધી મોજ માણી હતી. પંચમહોત્સવના આયોજન માટે ગુજરાત ટૂરિઝમ અને જિલ્લા વહીવટી તંત્રને લોકોએ અભિનંદન પાઠવ્યા છે. પંચમહોત્...

ગોધરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંજય સોનીનું થયું નિધન

Image
 ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય સોનીનું થયું નિધન  મુંબઈથી પરત આવતા રસ્તામાં હાર્ટ એટેકથી થયું અવસાન આ દુઃખદ ઘટનાએ ગોધરા અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી  ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું તેઓ મુંબઈથી ઘરે પરત આવતા હતા ત્યારે રસ્તામાં એટેકનો હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે તેઓ મોતને ભેટ્યા હતા  સંજય સોનીએ ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે માર્ચ 2021થી સેવા આપી હતી. તેમની ચૂંટણી 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી થઈ હતી, જ્યારે તેઓ અપક્ષ તરીકે ચૂંટાયા અને AIMIM તેમજ અન્ય અપક્ષોના સમર્થનથી પ્રમુખ બન્યા હતા.પાછળથી તેમણે ભાજપમાં જોડાઈને પદ ચાલુ રાખ્યું હતું,   તેમના નિધનથી રાજકીય વર્તુળોમાં તેમજ સ્થાનિક નાગરિકોમાં શોક વ્યાપી ગયો છે.

ગોધરા બસ ડેપો ખાતે 6.33 કરોડના ખર્ચે નિર્માણ થનાર એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

Image
 ગોધરા બસ ડેપો ખાતે  6.33 કરોડના ખર્ચે તૈયાર થનાર એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું   આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર વાળું સુવિધા યુકત  આધુનિક  નવિન વર્કશોપનું રાજ્યમંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું    ગોધરા એસટી વિભાગનું પ્રથમ વર્કશોપ અત્યાધુનિક સુવિધાઓ સાથે 6.33 કરોડના ખર્ચે આકાર લઇ રહ્યું છે  જેથી વર્તમાન સમયમાં એસટી વર્કશોપમાં પડતી અગવડતાઓ દૂર થશે અને એક સાથે વધુ એસટી બસની મરામત સહિતની જરૂરી કામગીરી કરી શકાશે. આ પ્રસંગે  કાર્યક્રમમાં એસટી નિયામક  એ.કે ખાંટ એસ.ટી. વિભાગના અધિકારીઓ, કર્મચારી યુનિયનના હોદ્દેદારો સહિત વર્કશોપના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં મોરવા (હડફ) ખાતે નવીન 'તાલુકા સેવા સદન'નું ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

Image
 રાજયકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં મોરવા (હડફ) ખાતે નવીન 'તાલુકા સેવા સદન'નું ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકામાં અંદાજિત 9 કરોડ રૂપિયાના  ખર્ચે બનનારા આધુનિક તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું  આ નવીન તાલુકા સેવા સદનમાં વિવિધ સરકારી કચેરીઓ એક જ છત નીચે કાર્યરત થશે. જેમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, પેટા કચેરીઓ અને અનુસૂચિત જનજાતિ વિભાગની કચેરીનો સમાવેશ થાય છે. આનાથી લોકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં અને ઝડપી તથા પારદર્શી સેવાઓ મળી રહેશે. આ સેવા સદન આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે. આ પ્રસંગે મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને શરૂ કરાયો છે અને તેનાથી તાલુકાના વિકાસને વેગ મળશે.   આ કાર્યક્રમમાં ધારાસભ્ય નીમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,  તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત  સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાવાગઢ ખાતે પંચમહોત્સવની શરૂઆત,પાર્થિવ ગોહિલ ઓસમાન મીર સગરદાન ગઢવી કિંજલ દવે ધૂમ મચાવશે

Image
 પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવ ખાતે પંચમહોત્સવ 2025ની ભવ્ય શરૂઆત થઈ રહી છે.  યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર-પાવાગઢના આંગણે આયોજિત આ મહોત્સવ 25થી 28 ડિસેમ્બર સુધી ચાર દિવસ ચાલશે અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે. આ મહોત્સવમાં લોકનૃત્ય, લોકસંગીતના કાર્યક્રમો, પ્રખ્યાત કલાકારો જેવા કે પાર્થિવ ગોહિલ, ઓસ્માન મીર, સગરદાન ગઢવી અને કિંજલ દવેના ગીતોના સૂરો ગુંજશે. સાથે જ હેરિટેજ વોક, ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, નેચર ટ્રેઇલ, એડવેન્ચર એક્ટિવિટીઝ અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટનો પણ સમાવેશ થયો છે.

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે મહામૂહિમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે સાત મો દિક્ષાંત સમારોહ યોજાશે...

Image
 ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આગામી 20 ડિસેમ્બર ના રોજ સાતમો દિક્ષાંત સમારોહ યોજાશે  મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ્ હસ્તે વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરશે. પંચમહાલ જિલ્લાની વિંઝોલ ખાતે આવેલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે આગામી 20 ડિસેમ્બર ના રોજ સાતમો દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સમારોહમાં મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રત ખાસ ઉપસ્થિત રહેશે અને વિધાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે   આ સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રીઓ આપવામાં આવશે. આ કાર્યક્રમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વનો છે, કારણ કે રાજ્યપાલની ઉપસ્થિતિ આ સમારોહને વધુ પ્રતિષ્ઠિત બનાવશે. યુનિવર્સિટી કેમ્પસમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગા અને રમેશ કટારા પણ હાજર રહે તેવી શક્યતા છે.

પંચમહાલમાં ખેડૂતોને પાક નુકશાનીમાં ઓછું વળતર ચૂકવ્યું હોવાનો આક્ષેપ સરપંચોએ આવેદનપત્ર પાઠવ્યું...

Image
 ગોધરા તાલુકાના સરપંચોએ પાક નિષ્ફળતાના કારણે થયેલ નુકસાન માટે યોગ્ય વળતરની માંગ કરી   અન્ય જિલ્લા તાલુકા કરતા ગોધરા તાલુકામાં ખૂબ ઓછું વળતર ચૂકવ્યું હોવાનો આક્ષેપ    ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોનું પ્રતિનિધિમંડળ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. તેઓએ આ વર્ષે અનિયમિત વરસાદ અને કમોસમી માવઠાના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે ફરિયાદ કરી હતી. "અમારા તાલુકાના ખેડૂતોને પાક નિષ્ફળતાના કારણે મોટું નુકસાન થયું છે. સરકારી યોજનાઓ હેઠળ યોગ્ય વળતર મળવું જોઈએ તે અમને મળ્યું નથી સરપંચોનો આક્ષેપ છે કે અન્ય જિલ્લા અને તાલુકા કરતા પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખૂબ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું છે તેમને દરેકને સમાન વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી હતી અને આ અંગેનું આવેદનપત્ર પાઠવ્યું  હતું

ગોધરામાં પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની પહેલ કરવામાં આવી

Image
 ગોધરામાં પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની પહેલ કરવામાં આવી   મંડળ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર તથા કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું  આ સેમિનારમાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષણવિદો, નિષ્ણાતો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યશાળામાં આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, વિદ્યાર્થીઓના વિકાસ અને શૈક્ષણિક નવીનતાઓ પર ચર્ચા કરવામાં આવશે.  બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિવિધ સત્રોના વક્તાઓ પોતાના વિચારો રજૂ કરશે અને પ્રતિભાગીઓને માર્ગદર્શન આપશે.પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના અધિકારીઓએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક સ્તરે શિક્ષણની ગુણવત્તા વધારવામાં મદદ મળશે.   ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડો હરિભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં,  નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો જે આગ્રહ કરવામાં આવ્યો છે તેને જમીન પર કેવી રીતે લાવી શકીએ એનું મંથન કરવામાં આવશે  આ પ્રસંગે ડૉ વી પી ચોતરિયા, ડૉ એમ બી પટેલ,ડૉ રૂપેશ નાયક સહિત ઓર્ગેનાઇઝર પ્રમુખ ભૂપેશ શાહ અને મોટી સંખ્યામાં શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા...

વન અધિકારીઓ પર થયેલા હુમલાની ઘટનામાં ચૈતર વસાવાની તીખી પ્રતિક્રિયા..

Image
 બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીકના પડલિયા ગામમાં ગઈ કાલે થયેલી હિંસક ઘટના બાદ રાજકીય વાતાવરણ ગરમાવવા લાગ્યું છે. વન વિભાગના અધિકારીઓ અને પોલીસની ટીમ પર આદિવાસીઓના જૂથે પથ્થર અને તીરોથી હુમલો કર્યો હતો, જેમાં ૪૭થી વધુ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ ઘટના જમીન વિવાદને કારણે થઈ હોવાનું કહેવામાં આવે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી છે.  "વસાવાનો આક્ષેપ છે કે આ ઘટના સરકારની નીતિઓનું પરિણામ છે. વન વિભાગ આદિવાસીઓની જમીનો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે લાંબા સમયના અન્યાયને કારણે થયો છે. વસાવાએ કહ્યું હતું કે આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવાને બદલે સરકાર તેમને દબાવવાનો પ્રયાસ કરે છે. આવી ઘટનાઓ અટકાવવા માટે તાત્કાલિક તપાસ અને જવાબદારી નક્કી કરવી જોઈએ.  , જેમા તેઓએ વન વિભાગ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે    તેમણે આ ઘટનાને વન અધિકારોના ઉલ્લંઘન સાથે જોડી છે.

ગોધરા ખાતે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના મિલાદના અવસરે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરાયું..

Image
 સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના મિલાદના અવસરે ગોધરા ખાતે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામા આવ્યું   જાહેર આરોગ્ય અંગે જાગૃતિ લાવવા , દાઉદી બોહરા સમાજની ટોલોબા ગોધરા દ્વારા મેરાથોન ઇવેન્ટનું આયોજન કરાયું હતું  આ મેરાથોન કાર્યક્રમ એમએસબી લિલેસરા, ખાતે યોજાયો હતો, જેમાં જનતાએ વય જૂથ અનુસાર ત્રણ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ અવસરે ટોલોબા ગોધરાએ વિશેષ મહેમાન તરીકે ડેફઓલિમ્પિકમાં ૧૦ મીટર શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ વિજેતા મોહમ્મદ વણિયાને આમંત્રિત કર્યા હતા. મોહમ્મદ વણિયાએ પોતાની ઉપસ્થિતિથી સૌને પ્રેરિત કર્યા અને દૈનિક જીવનમાં આરોગ્ય, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓના મહત્વ અંગે લોકોને જાગૃત કર્યા હતા  જનતાએ મોહમ્મદ વણિયાની સિદ્ધિ માટે તેમની પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગોધરા દાઉદી બોહરા સમાજના જનાબ આમિલ સાહેબએ પણ તેમની પ્રશંસા કરી હતી અને કાર્યક્રમમાં ભાગ લેનાર સૌએ સ્વસ્થ જીવન જીવવાની અને શારીરિક પ્રવૃત્તિઓ તથા રમતગમતને મહત્વ આપવાની પ્રતિજ્ઞા લીધી.

ગોધરા શહેરા ભાગોળ અંદરબ્રિજનું કાર્ય માર્ચ સુધીમાં પૂર્ણ થશે...

Image
 પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આજે ગોધરા રેલવે સ્ટેશનની લીધી મુલાકાત    અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનર્વિકાસકાર્યોનું વિગતવાર ઓરલ ઇન્સ્પેક્શન કર્યું  શહેરા ભાગોર અંડરબ્રિજનું કાર્ય માર્ચ સુધીમાં પૂર્ણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો  જનરલ મેનેજરે જણાવ્યું હતું કે “ગોધરા જંક્શન અત્યંત મહત્વનું સ્ટેશન છે અને અહીંના પુનર્વિકાસના કામ ઝડપથી પૂર્ણતાની તરફ આગળ વધી રહ્યાં છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.” શહેરા ભાગોર અંડરબ્રિજનું કામ ખોરંભે ચઢતા સ્થાનિક લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે પત્રકારોના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રેલ્વે અને આર એન્ડ બી વચ્ચે બેઠક યોજાઈ હતી આશા છે કે માર્ચ મહિનામાં કાર્ય પૂર્ણ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ગેસ બોટલમાં બ્લાસ્ટ ત્રણ મકાનમાં આગ

Image
 દાહોદ સિંગવડ તાલુકાના બરેલા ગામે મકાનમાં ગેસ બોટલ બ્લાસ્ટ થતા ત્રણ મકાનમાં લાગી આગ  ગોધરા ફાયર બ્રિગેડ ની ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો   દાહોદ જિલ્લામાંથી એક દુખદ અને ભયાનક સમાચાર સામે આવ્યા છે. સિંગવડ તાલુકાના બરેલા ગામમાં એક ગેસ બોટલમાં અચાનક ધડાકો થતાં આસપાસના 3 મકાનોમાં ભયંકર આગ લાગી હતી. આ ઘટના મોડી રાત્રે બની હોવાનું જાણવા મળે છે.   હાલમાં જાનહાનિની કોઈ ખબર નથી, પરંતુ મિલકતને અપાર નુકસાન થયું છે.  બરેલા ગામમાં ગ્રામીણ વિસ્તારમાં આવેલા આ નાના ગામમાં  ગેસ બોટલમાંથી અચાનક લીકેજ થયું અને તેના કારણે મોટો ધડાકો થયો હતો. આ ધડાકાના કારણે આગની લપેટો ઝડપથી ફેલાઈ અને નજીકના 3 મકાનોને લપેટમાં લીધા હતા   ઘટનાની જાણ ગોધરા ફાયર બ્રિગેડને  થઈ હતી જાણ થતા તાત્કાલિક ગોધરા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

સ્વચ્છતાનો સંદેશ આપતી સંસ્થામાં ગંદકીનું સામ્રાજ્ય

Image
 સ્વચ્છતા નો સંદેશ આપતી ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં જ પીવાના RO પાણીના ફ્રિજ-કુલર ઉપર પાનની પિચકારીઓ અને ચાના ખાલી ગ્લાસ:  સ્વચ્છતાનો સંદેશ આપતી સંસ્થામાં ગંદકીનું સામ્રાજ્ય  ગામડે ગામડે અને ઘરે ઘરે સ્વચ્છ ભારત અભિયાનના સંદેશા આપતી કચેરીની આ હાલત છે આ દ્રશ્યો છે ગોધરા તાલુકા પંચાયત કચેરીના  કે જે પોતે જ સ્વચ્છતાના માપદંડમાં ઊતરી ગઈ છે.  કચેરીના પ્રથમ માળે મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે મુકવામાં આવેલા પીવાના પાણીના ફ્રિજ-કુલર ઉપર પાન-ગુટખાની લાલ પિચકારીઓ, ચાના ખાલી ગ્લાસ અને અન્ય ગંદકીના ઢગલા જોવા મળી આવ્યા છે,  જેને લઈ મુલાકાતી ઓ માં તકૅ વીતકૅ ફેલાયો અને લોકોમાં રોષ ફેલાયો છે. આ ફ્રિજ-કુલરની આસપાસની જગ્યા એટલી બધી ગંદી છે કે, ત્યાં પાણી પીવા જવું તો થીક ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય  મુલાકાતીઓ નું કહેવું છે કે, “જે કચેરી ગ્રામ પંચાયતોને સ્વચ્છતા માટે નોટિસ આપે છે, તે પોતાની કચેરીમાં આવી ગંદકી કેમ સહન કરે છે?  સ્વચ્છ ભારતનું સૂત્ર આપતી સરકારી કચેરીઓ પોતે જ આદર્શ બને તે જરૂરી છે, એવો મત લોકો વ્યક્ત કરી રહ્યા છે.

ગોધરામાં હિંસક શ્વાનોને પકડવા તંત્રની ગંભીર બેદરકારી, બે દિવસમાં 25 થી વધુ લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાતા સ્થાનિકોમાં ભયનો માહોલ..

Image
 હિંસક શ્વાનોને પકડવા તંત્રની ગંભીર બેદરકારી,ગોધરા શહેર અને તાલુકામાં બે દિવસમાં 25 થી વધુ લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાતા સ્થાનિકોમાં ભયનો માહોલ, ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં  રખડતા શ્વાનોનો ત્રાસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે.    તાલુકામાં માં બે દિવસમાં 34 થી વધુ લોકોને રખડતા શ્વાને કરડવાના કેસ નોંધાયા છે.  ગોધરા નાં રાંટા પ્લોટ, ધામરોદ ગામ  સહીત નાં વિસ્તારોમાં  નાના બાળકો ઉપર રખડતા શ્વાને અચાનક ઝપાટો બોલાવતાં  શરીરનાં અલગ અલગ ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી.  રખડતા શ્વાન નાં હુમલાનો ભોગ બનેલાને તાત્કાલિક ગોધરા સિવિલ ખસેડાયા હતા.  લોકો માં ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડવાના કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી તંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે

ગોધરામાં 6 ભેંસોના અચાનક મોત, ફૂડ પોઈઝનિંગની શંકા: પશુ વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારીનો તબેલાના માલિકનો આક્ષેપ

Image
 ગોધરામાં 6 ભેંસોના અચાનક મોત, ફૂડ પોઈઝનિંગની શંકા: પશુ વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારીનો તબેલાના માલિકનો આક્ષેપ ગોધરા પશ્ચિમ વિસ્તારમાં એક ભેંસના તબેલામાં ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક જ રાત્રિમાં કુલ 6 ભેંસોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં ઘાસમાં ઝેરી પદાર્થ કે પોઈઝનિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે.આ ઘટના બાદ સ્થળ પરથી ઘાસ અને પાણીના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.તબેલાના માલિકે આક્ષેપ કર્યો છે કે તેમણે રાત્રે 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે વેટરનરી દવાખાના અને ગાંધીનગરમાં જાણ કરી હતી, પરંતુ અધિકારીઓ બીજા દિવસે બપોરે 4 વાગ્યે પહોંચ્યા હતા. માલિકનું કહેવું છે કે જો સમયસર સારવાર મળી હોત તો તેમની ભેંસો બચાવી શક્યા હોત  માલિકના આક્ષેપોને ધ્યાનમાં લઈને પશુ વિભાગ હાલ તપાસમાં સક્રિય થયો છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવામાં આવશે.

ઘોઘંબામાં GFL કંપનીમાં ફરી ગેસ લીકેજની ઘટના, મોકદ્રીલ નો કંપનીનો દાવો ખોટો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ...

Image
 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં ફરી એક વખત ગેસ લીકેજની શંકા જગાવનારી ઘટના સામે આવી છે. કંપની તરફથી આને મોક ડ્રિલના નામે દાવો કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસનો તીવ્ર આક્ષેપ છે. આ ઘટનાએ ગ્રામીણોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે.    GFL કંપનીમાં ગત 6 તારીખે વહેલી સવારે  કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા  કંપનીના અધિકારીઓએ તરત જ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ ગેસ લીક નથી, પરંતુ રુટીન મોક ડ્રિલના ભાગરૂપે યોજાયેલી વ્યાયામ હતી. પરંતુ આ દાવા પર કોંગ્રેસે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે  કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કંપનીમાં પહેલાં પણ ગેસ લીકમાં ત્રણ જીવનો ભોગ લેવાયો હતો  સપ્ટેમ્બરમાં થયેલી તે ઘટના હજુ તાજી છે, અને હવે ફરી આવું થાય છે તો તેને મોક ડ્રિલ કહીને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દાવો બનાવીને કંપની જવાબદારીથી બચવા માંગે છે. અમે માંગ કરીએ છીએ કે સ્વતંત્ર તપાસ થાય અને પ્લાન્ટ બંધ કરવામાં આવે!

ગોધરા શહેરા ભાગોર અંદરબ્રિજનું કામ ખોરંભે થતા વેપારીઓમાં રોષ...

Image
 ગોધરા શહેરા ભાગોર વિસ્તારમાં અંદરબ્રિજ નું કામ ખોરવાઈ જતાં વેપારીઓમાં રોષ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભાગોર વિસ્તારમાં બનેલા અંડરબ્રિજનું કામ અચાનક ખોરવાઈ જતાં સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફેલાયો . આ કામને કારણે વેપારીઓના વ્યવસાયને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને વાહનચાલકોને પણ અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ આજે સ્થાનિક વહીવટને આવેદન પત્ર આપીને કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે.   વેપારીઓનો આક્ષેપ છે કે અમારું કોઈ સાંભળતું નથી નેતાઓ ફક્ત ફોટા પડાવવા આવે છે , આ કામના વિલંબને કારણે ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયો છે . ભાગોર વિસ્તારમાં કરીબ ૨૦૦થી વધુ નાના-મોટા વેપારીઓ છે, જેમને આની સીધી અસર થઈ રહી છે. અંદરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામા આવે તેવી માંગ સાથે વેપારીઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યુછે,

પંચમહાલમાં બોગસ લગ્ન કૌભાંડ,50 લાખની કમાણીનો દાવો,તલાટી સસ્પેન્ડ...

Image
 "પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ,   50 લાખની કમાણીનો દાવો" તલાટીને કરાયો સસ્પેન્ડ  પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના  કનજી પાણી ગામ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોગસ લગ્ન નોંધણીના નામે થયેલા મોટા કૌભાંડમાં તલાટી અર્જુન મેઘવાળનો વાયરલ વિડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. આ વિડિયોમાં તલાટી પોતાની કમાણીની વાત કરતા જોવા મળે છે.  "આ વિડિયો વાયરલ થતાં જ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે તલાટી અર્જુન મેઘવાળાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે

ગોધરાની મેશરી નદીમાં વધતું પ્રદૂષણ ચિંતાનો વિષય નદી પ્રેમીઓમાં આક્રોશ...

Image
 ગોધરાની મેશરી નદીમાં વધી રહેલું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય   માનવ અધિકાર આયોગની સ્પષ્ટ સૂચનાઓ છતાં નદી મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં નદી પ્રેમીઓમાં આક્રોશ   નગરપાલિકા તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપ  ગોધરાની મેશરી નદીમાં વધી રહેલું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે   મેશરી નદીમાં અતિશય ગંદકી, કચરો અને જોખમી પ્રદૂષણ અંગે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જોકે, નગરપાલિકા દ્વારા એક પણ અસરકારક પગલું ન લેવાતા આ મામલો માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો છે. હાલ આયોગમાં દાખલ પીટીશનની સુનાવણી ચાલી રહી છે અને તંત્રને નદીમાંથી ગંદકી દૂર કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આયોગની સૂચનાઓ છતાં, નદીમાં કોઈ સફાઈ કામગીરી શરૂ થઈ નથી. નદીકાંઠે માત્ર દેખાડો પૂરતા 'કચરો ન નાખો' જેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે, છતાં રોજબરોજ વધુને વધુ કચરો નદીમાં ઠલવાતો જાય છે, નદીનું પાણી કાળું થઈ રહ્યું છે અને શહેરમાં જનસ્વાસ્થ્ય પર મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. નાગરિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.  ત્યારે  નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. .ડૉ. સુજ...