Posts

Showing posts from November, 2025

ગોધરામાં બે દિવસીય SIR મેગા કેમ્પ યોજાયો નાગરિકોએ સુવિધાનો લાભ લીધો..

Image
 ગોધરામાં બે દિવસીય SIR મેગા કેમ્પ યોજાયો નાગરિકોએ મેપિંગ અને ફોર્મ ભરવાની સુવિધાનો લાભ લીધો ગોધરા તાલુકા સેવાસદન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસીય SIR મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી SIR અભિયાનના ભાગરૂપે આ કેમ્પ ૨૯ અને ૩૦ તારીખ દરમિયાન યોજાયો હતો. આ કેમ્પમાં નાગરિકોને પોતાનું મેપિંગ કરાવવા અને ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ ન હોવાથી જરૂરી દસ્તાવેજોના આધારે SIR માટેના ફોર્મ ભરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.  નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયૅકૅમ સમયે કાઉન્સિલર ગૌરીબેન જોષી, તેમજ ભાજપ સંગઠન ઉપપ્રમુખ મહેશ કામનાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકોને SIR પ્રત્યે જાગૃત કર્યા હતા.

પંચમહાલમાં ગૌ તસ્કરી અને ગૌ હત્યા રોકવા પોલીસનુ મોટું પગલું વિશેષ સ્કોડની કરી રચના..

Image
  પંચમહાલમાં ગૌ-તસ્કરી અને ગૌ-હત્યા રોકવા પોલીસે મોટું પગલું ભર્યું છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે વિશેષ 8 સભ્યોની ગૌ-રક્ષા સ્કોડની રચના કરી છે. આ સ્કોડ ગુપ્ત બાતમી એકત્રિત કરવાથી લઈને ઓચિંતું પેટ્રોલિંગ, નાકાબંધી અને દરોડા સુધીની કામગીરી કરશે. તસ્કરો દ્વારા વપરાતા માર્ગો પર સઘન ચેકિંગ ગોઠવવામાં આવ્યું છે. મહત્વનું એ કે, બચાવાયેલ ગૌવંશને સુરક્ષિત સ્થળે ખસેડવાની અને સારવારની જવાબદારી પણ આ સ્કોડ સંભાળશે. એલ.સી.બી., ગોધરા શહેર-તાલુકા અને વેજલપુર પોલીસ મથકના અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ થયો છે. નાગરિકો ગૌ-તસ્કરી સંબંધી કોઈપણ માહિતી PSI એચ. આર. જેતાવત સહિત ટીમના અધિકારીઓને સીધો સંપર્ક કરી આપી શકે છે.

સાંસદ ડૉ.જસવંત પરમારનો નાયક અંદાજ..

Image
 રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર નાયક અંદાજમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ગોધરા સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ અંગે લાંબા સમયથી મળી રહેલી રજૂઆતને પગલે   ડૉ. જશવંતસિંહ પરમારે ઓચિંતી મુલાકાત લીધી  ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર આજે નાયક અંદાજમાં  હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા   દરમિયાન તેઓએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તથા સિવિલ સર્જન સાથે રેડિયોલોજી વિભાગની વિગતવાર માહિતી મેળવી હતી. તે સમયે જાણવા મળ્યું કે તમામ સાધનસામગ્રી અને સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં રેડિયોલોજિસ્ટની જગ્યા ખાલી હોવાને કારણે દર્દીઓને સોનોગ્રાફી માટે 10 થી 15 દિવસ સુધીની  રાહ જોવી પડે છે  દર્દીઓને પડતી આ ગંભીર મુશ્કેલીને ગંભીરતાથી લઈ  સાંસદે  તરત જ ગુજરાત સરકારના ડાયરેક્ટર સહિત જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક  સંપર્ક કર્યો હતો અને રેડિયોલોજીસ્ટની કાયમી જગ્યા તાત્કાલિક ભરવાની માંગણી કરી હતી.  સાંસદની આજે થયેલી આ અચાનક કામગીરીથી દર્દીઓમાં રાહતની આશા જાગી છે.

ગોધરાના તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો લોકોમાં શોક અને ચિંતાનો માહોલ સર્જાયો...

Image
 ગોધરાના, સીતા તળાવ ખાતે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો - ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કઢાયો  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક દુખદ ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના પ્રખ્યાત સીતા તળાવ ખાતે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોની જાણ પર પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ભારે મહેનતથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ સર્જયો છે મૃતકની ઓળખ થઈ નથી, અને પોલીસ તપાસ કરી રહી છે , તાજેતરમાં અહીં ડૂબવાની કેટલીક ઘટનાઓ બની છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનું  વાતાવરણ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, અને તપાસ ચાલુ છે. પરિવારજનોને શોધવા માટે પણ પ્રયાસો શરૂ થયા છે

અમદાવાદ ઇન્દોર હાઈવેની સમસ્યાને લઈ રાજ્યસભા સાંસદની નવતર પહેલ કરી છે ડૉ.જસવંતસિંહ પરમારે સ્વખર્ચે ખાનગી સર્વે કરાવ્યો છે

Image
અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવેની સમસ્યા ને લય રાજ્ય સભા સાંસદની નવતર પહેલ  પંચમહાલ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે નંબર-47ની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પછી રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે પોતાના ખર્ચે ખાનગી સર્વે કરાવ્યો છે.   અમદાવાદથી ઇન્દોર જતા નેશનલ હાઈવે નંબર-47ની હાલત જોઈને વાહનચાલકો ભય સાથે વાહન ચલાવી રહ્યા થઈ  છે. ખાસ કરીને કઠલાલ નજીકના પીઠાઈ ટોલનાકાથી ગોધરા વચ્ચેના પટ્ટામાં રોડ વારંવાર તૂટી જાય છે. ચોમાસા પછી મોટા-મોટા ખાડાઓને કારણે અહીં અકસ્માતોની ઘટનાઓ વધી છે. પરંતુ આ સમસ્યાના મૂળ કારણો શોધવા માટે રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે એક અનોખી પહેલ કરી છે. તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો  સર્વે કરાવ્યો છે.  આ હાઈવે વારંવાર તૂટે છે અને દર વખતે માત્ર પેચવર્ક જ થાય છે. તેથી આ સર્વે કરીને મૂળ કારણો શોધ્યા છે. NHAIને આ રિપોર્ટ સોંપ્યો છે અને કેન્દ્રીય મંત્રી ન...

પંચમહાલમાં SIR અંગે મેગા કેમ્પ યોજાશે..

Image
 પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી 2026 સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે 29 અને 30 નવેમ્બર 2025 ના રોજ જિલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે SIR મેગા કલેક્શન કેમ્પ યોજાશે  29 નવેમ્બરે બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી અને 30 નવેમ્બરે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી SIR ની કામગીરી હાથ ધરવામાં આવશે  મતદારોનું નામ અથવા દાદા,દાદી/માતા,પિતા નું નામ 2002 ની મતદાર યાદી માં ના હોય તેવા કિસ્સામાં પુરાવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે જિલ્લાના મતદારોને આ કેમ્પનો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે

ગોધરા વડોદરા હાઈવે પર આવેલ ઉત્તમ કાર A.C.રિપેરિંગ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી..

Image
 ગોધરા  વડોદરા હાઈવે પર આવેલ ‘ઉત્તમ કાર A.C. રિપેઅરીંગ સેન્ટર’ ખાતે  અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ . ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. ફાયર કર્મચારીઓની ત્વરિત કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જોકે ગેરેજમાં પાર્ક કરાયેલ એક કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ હતી. દુકાનમાં રાખેલ મશીનરી, સાધનો તથા અન્ય સામાન પણ આગની ઝપેટમાં આવી સ્વાહા થયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી,  આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી  આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને લોકટોળાને દૂર રાખીને વ્યવસ્થા જાળવી રાખવામાં સફળ રહી હતી.

"પ્રમાણિક રીક્ષા ચાલકની નોંધપાત્ર કથા"

Image
 "પ્રમાણિક રીક્ષા ચાલકની નોંધપાત્ર કથા"  આજના સમાચારમાં એક એવી પ્રેરણાદાયી વાર્તા જે સમાજને માનવતા અને પ્રમાણિકતાનો સંદેશ આપે છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારના સિગ્નલ ફળિયામાં એક સામાન્ય રીક્ષા ચાલકે કરી એવી કામગીરી કે જેની પ્રશંસા આખા શહેરમાં થઈ રહી છે.  આપણે વાત કરીએ છીએ ફિરદૌસ શકલાની, જેમણે પોતાના પેસેન્જરને ભૂલી ગયેલી કિંમતી દાગીના અને રોકડ રકમ પરત કરીને બધાના હૃદય જીતી લીધા.  આવીએ આ કિસ્સાની વિગતોમાં.        ગત 22મી નવેમ્બરના રોજ, ગોધરાના મોદીની વાડી વિસ્તારમાં મુસ્લિમ રીક્ષા ચાલક ફિરદૌસ શકલા પોતાની રીક્ષા લઈને ઉભા હતા. ત્યારે એક મહિલા પેસેન્જર તેમની રીક્ષામાં બેસીને સહજાનંદ સોસાયટી જવા નીકળયા હતા. પેસેન્જર સહજાનંદ સોસાયટી ઉતરી પડ્યા અને રીક્ષા આગળ વધી ગઈ હતી પરંતુ પરત ફરતી વખતે ફિરદૌસને રીક્ષાની બેઠકમાં એક પર્સ પડી હોવાનું નજર આવ્યું હતું. તેમણે તરત જ રીક્ષા રોકીને તપાસ કરી, અને અંદરથી એક કિંમતી પર્સ મળ્યું હતું .પેસેન્જરની ઉતાવળને કારણે તે ભૂલી ગયા હતા. ફિરદૌસએ વિચાર્યું નહીં કે આ તેમની તકદીર છે, પરંતુ તરત જ સહજાનંદ સોસાયટી તરફ રવાના થયા. ત્યા...

ગોધરાની હુસૈન હોસ્પિટલ અને અંજુમન દવાખાના દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો...

Image
 ગોધરામાં હુસેન હોસ્પિટલ અને અંજુમન દવાખાના દ્વારા સંયુક્ત રીતે મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.  વહોરવાડ વિસ્તારમાં આવેલ હુસેન હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો  કેમ્પમાં વડોદરા શહેરથી આવેલા નિષ્ણાત ડૉક્ટરોની વિશેષ ટીમે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ઈ.એન.ટી. અને ડેન્ટલ સહિતના વિભાગો હેઠળ દર્દીઓની તપાસ કરી યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં કુલ 150થી વધુ દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પુરી પાડવાનો મુખ્ય હેતુ રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોધરામાં SIR ની કામગીરીના ભારણને લઈ શિક્ષકની આત્મહત્યાની ચીમકીથી ખળભળાટ...

Image
 ગોધરામાં  SIR ની કામગીરીના ભારણને લઈ શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી     અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા ખળભળાટ  પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના શિક્ષક વિનુ બામણીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓ SIR ની કામગીરી માટે મોડી રાત સુધી જાગીને મહેનત કરે છે. આમ છતાં, તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હેરાનગતિ કરવામાં આવે છે. કામગીરીના અસહ્ય ભારણ અને દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા વિનુ બામણીયાએ અંતે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી

BLO ની કામગીરીથી ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘની અળગા રહેવાની ચીમકી?

Image
 BLO ની કામગીરીથી ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘની અળગા રહેવાની ચીમકી?

ગોધરામાં કાળજું કંપાવે તેવી ઘટના પરિવારના ચાર સભ્યોના મોત...

Image
 ગોધરામાં ભયાનક આગ, પરિવારના ચાર સભ્યોના કરુણ મોત  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક રહેણાંક મકાનમાં વહેલી સવારે લાગેલી ભયાનક આગમાં એક જ પરિવારના ચાર સભ્યો ગુંગળામણને કારણે જીવ ગુમાવ્યા હતા.   ગોધરાના બામરોલી રોડ, વૃંદાવન નગર-2 ખાતેના  મકાનમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાંથી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે, જેનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા છે. મકાન કાચથી ચારે તરફ સીલ્ડ હતું, જેથી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને ઉપરના માળે સૂતા પરિવારના સભ્યોને જાગવાની તક જ મળી નહીં.  આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા ચારેય સભ્યો દોષી પરિવારના છે. તેઓ જ્વેલરી વ્યવસાયથી જોડાયેલા હતા .   ફાયર બ્રિગેડની ટીમને  જાણ થતાં તેઓ તાત્કાલિક પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ચારેય સભ્યો ઝેરી ધુમાડાને કારણે ગુંગળાઈ ગયા હતા. પોલીસે તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત મોતની એફઆઈઆર નોંધી છે. તપાસ ચાલુ છે, અને આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી  આ ઘટનાએ ...

પંચમહાલ પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વો અંગે ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

Image
 પંચમહાલ પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી  છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપીઓનું  100 કલાકમાં વેરિફિકેશન કરવામા આવશે  રાજ્યના DGP ની સૂચના ના આધારે પંચમહાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી  ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા રાજ્યના પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે કે છેલ્લા 30 વર્ષની અંદર જે તત્વો  રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે જેમની સામે આ પ્રકારના ગુનાહ નોંધાયેલા હોય તેમની સામે  100 કલાકમાં  ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવે કે તેઓ હાલ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે   DGP ની સૂચના ના આધારે પંચમહાલ પોલીસ દ્વારા ચેકીંગ વેરિફિકેશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી  DGP વિકાસ સહાયે શું સૂચના આપી તે સાંભળીએ..

ગોધરા શહેરમાં SIR માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા કલેક્ટર...

Image
 ગોધરા શહેરમાં SIR માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા કલેક્ટર.. .

ગોધરા ખાતે NDA ની બિહારમાં થયેલી જીતને વધાવતું ભાજપ...

Image
 ગોધરા ખાતે NDA ની બિહાર માં થયેલી ભવ્ય જીત ની ઉજવણી કરવામાં આવી  શહેર ના ચર્ચ સર્કલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો એકઠા થઈ ઉજવણી કરાઈ  બિહાર ચુંટણી મા ભાજપ જેડીયુ ની યુતિ એનડીએ ની જબરજસ્ત જીત ને વધાવતું પંચમહાલ ભાજપ   ગોધરા ના ચર્ચ સર્કલ ખાતે પંચમહાલ ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, ગોધરા શહેર પ્રમુખ સહીત અનેક અગ્રણી આગેવાનો ની હાજરી મા વિજયોત્સવ મનાવાયો   ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી પંચમહાલ ભાજપ દ્વારા બિહાર વિજય ની ઉજવણી કરવા મા આવી

પંચમહાલ પોલીસે 1.76 કરોડ ઉપરાંત દારૂ નો નાશ કર્યો..

Image
 પંચમહાલ પોલીસે 1.76 કરોડ ઉપરાંત દારૂ નો નાશ કર્યો..

ગોધરામાં પોલીસે શકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો પુરવઠા વિભાગે જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી...

Image
 ગોધરામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ અનાજના જથ્થા સાથે વાહનને ઝડપી પાડ્યું પોલીસે 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ અને વધુ તપાસ અર્થે મામલતદારનો સંપર્ક કર્યો હતો   મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી શંકાસ્પદ માલની વિગતો મેળવી હતી અને ડ્રાઈવર પાસેથી અનાજના જથ્થાની બિલની માંગણી કરી હતી. જોકે, વાહન ચાલક દ્વારા સંતોષકારક બિલ અને જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો.  પુરવઠા વિભાગ દ્વારા 1.10 લાખ ઉપરાંતના 82 કટ્ટા ચોખા અને 7 લાખ રૂપિયા વાહનની કિંમત સહિત 8.10 લાખનો મુદ્દામાલ સરકારી અનાજના ગોડાઉન ખાતે મોકલી સીઝ કરવામાં આવ્યો છે  પુરવઠા વિભાગે 8.10 ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી નિયમો અનુસારની કાર્યવાહી કરી હાથ ધરી છે

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલ નુકશાન સામે સરકારની મોટી જાહેરાત..

Image
 રાજ્યમાં કમોસમી વરસાદથી  ખેતીના પાકને થયેલ નુકસાન સામે સરકારની મોટી જાહેરાત  10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર  મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યમાં તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ધરતીપુત્રોની પડખે ઉભા રહી આશરે ₹10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે  આ ઉપરાંત,  રાજ્ય સરકાર દ્વારા આગામી તા.9 નવેમ્બરથી આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવશે.

પંચમહાલ મગફળીની આડમાં "મદિરા" ની હેરાફેરી LCB પોલીસે કર્યો પર્દાફાશ..

Image
 ગોધરા LCB પોલીસે ક્રિમિનલ કાર્યવાહીમાં મોટી સફળતા હાંસલ કરી છે મગફળીની આડમાં છુપાવી લઈ જવાતો 61 લાખ રૂપિયા ઉપરાંતનો દારૂ પકડી પાડ્યો છે  મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાંથી ગોધરા LCB પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે એક ટ્રકમાં મોટો જથ્થો દારૂની બોટલ ક્વાટરિયા લઈ જવાઈ રહ્યો છે. રોડ પર નાકાબંધી કરી, અને તપાસ દરમિયાન ટ્રકમાંથી મગફળીની આડમાં છુપાવેલો દારૂની બોટલ ક્વાટરિયા જપ્ત થયો હતો અને ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે  પંચમહાલ જિલ્લામાં ગુનેગારો પર કડક કાર્યવાહી ચાલુ છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાં રોડ પર નાકાબંધી કરીને ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે મોટી સફળતા મેળવી છે. મગફળીની આડમાં છુપાવીને લઈ જવાતો ક્વાટરિયા તથા દારૂની બોટલો 18304 નંગ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 61.53 લાખ રૂપિયા છે. આ સાથે ટ્રક અને સિફ્ટ ગાડી સહિત કુલ મુદ્દામાલની કિંમત 77.16 લાખ રૂપિયા પહોંચી છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમા ફફડાટ ફેલાયો છે.  પોલીસે મોરવા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

ગોધરાના અબ્બાસ ખલીફાની આંતરરાષ્ટ્રીય કરાટેમાં ચમકદાર સિદ્ધિ

Image
 ગોધરાના અબ્બાસ ખલીફાની આંતરરાષ્ટ્રીય કરાટેમાં ચમકદાર સિદ્ધિ  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના યુવા કરાટેકા અબ્બાસ ખલીફાએ નેપાલમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કરાટે ઇવેન્ટમાં બીજા ક્રમે વિજેતા બનીને દેશને ગૌરવ અપાવ્યું છે! આ સિદ્ધિથી ગોધરા અને આખા ગુજરાતમાં ખુશીનો સમાવેશ થઈ ગયો છે. કરાટેના મેદાનમાં ભારતીય તિરંગાનો ફરકતો દેશભક્તિનો નશો ફેલાવતા યુવા સેનાની એક કડી, અબ્બાસ ખલીફા! નેપાલમાં તાજેતરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં અબ્બાસે પોતાની શાનદાર પ્રતિસ્પર્ધા કરીને સિલ્વર મેડલ જીતી લીધું છે. આ ઇવેન્ટમાં વિશ્વના વિવિધ દેશોના ટોચના કરાટેકાઓએ ભાગ લીધો હતો, અને અબ્બાસની બીજા ક્રમેની સ્થાને વિજયથી ભારતીય કરાટે ટીમને મજબૂત ટેકો મળ્યો છે. અબ્બાસે બાળપણથી જ કરાટેમાં મહેનત કરી છે. દરરોજની 4-5 કલાકની પ્રેક્ટિસ અને અનુશાસનથી આજે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. આ વિજયથી ગોધરામાં ઉજવણીનો માહોલ છે. સ્થાનિક કરાટે અકાદમીમાં અબ્બાસના યુવા શિષ્યો તેને હીરો તરીકે જુએ છે. આ ઇવેન્ટમાં અબ્બાસે કઠોર સ્પર્ધાઓમાં પોતાની ચપળતા, તાકાત અને વ્યૂહાત્મકતા દ્વારા વિચારકોને પ્રભાવિત કર્યા હતા. આ સફળતા ભા...

પંચમહાલના વાઘજીપુર ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસમાં યાત્રાથી પરત ફરી રહેલા યાત્રાળુઓને નડ્યો અકસ્માત..

Image
 બ્રેકિંગ : પંચમહાલ  શહેરાની વાઘજીપુર ચોકડી પર ખાનગી લક્ઝરી બસને નડ્યો અકસ્માત  મોડાસા થી ઉત્તર ભારતના પ્રવાસે જઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો અકસ્માત અકસ્માતમાં 13 મુસાફરોને પહોંચી ઇજા શહેરાની વાઘજીપુર ચોકડી પર અકસ્માતનો બનાવ બન્યો હતો   ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતા આગળ ચાલી રહેલ આઇશર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો  ખાનગી લક્ઝરી બસમાં 56 પ્રવાસીઓ સવાર હતા તે પૈકી 13 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી  ઇજાગ્રસ્ત તમામને 108 એમ્બ્યુલન્સની મદદથી શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા  સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી

પંચમહાલમાં ગેરરીતિઓ કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી, દીપ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ એકને શો લોઝ નોટિસ ફટકારાઈ...

Image
 *પંચમહાલ જિલ્લામાં સરકારી યોજનામાં ગેરરીતિઓ સામે રાજ્યની કડક કાર્યવાહી,  જેમાં જિલ્લાની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી એકને શો-કોઝ નોટિસ ફટકારાઈ પંચમહાલ જિલ્લામાં કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અને ગુજરાત સરકારની “મા” યોજના હેઠળ સારવાર આપતી હોસ્પિટલોમાં ગેરરીતિઓના સંકેત મળી આવતા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ચકાસણી દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું સ્પષ્ટ થયા બાદ ગોધરાની દીપ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે કાલોલની માં ચિલ્ડ્રન હોસ્પિટલને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે.રાજ્ય સ્તરે PMJAY-MA યોજનાનો દુરુપયોગ કરતી હોસ્પિટલોના વિરુદ્ધ સરકાર કડક વલણ અપનાવી રહી છે અને તાજેતરનું આ પગલું પણ એ જ અભિગમનું એક ઉદાહરણ છે. ગોધરા ખાતેની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર ની તપાસમાં  PICU અને NICU વિભાગ ના માપદંડો અનુસરતા ન હોવાની હકીકત સામે આવી હતી   એક્સપાયર્ડ થયેલી દવાઓ મળી આવી હતી  MBBS ડોક્ટર ગેરહાજર જોવા મળ્યા હતા,  આ ઉપરાંત યોજનાના લાભાર્થીઓને માહિતી સરળતાથી મળી રહે તે માટે...

બિહારમાં 25 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન 121 બેઠકો માટે યોજાયું મતદાન...

Image
 બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 60.25 ટકા જેટલું થયું મતદાન 25 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન થયુ છે  બિહારમાં આજે પ્રથમ ચરણની 121 બેઠકો પર મતદાન થયું હતું... 60.25  % ની આસપાસ મતદાન થયું છે જે પાછલા 25 વર્ષમાં સૌથી વધુ છે બિહારમાં સાંજે 5 વાગ્યા સુધી 60.25  ટકા મતદાન નોંધાયું હતું. 2020ની ચૂંટણીમાં, આ જ 121 બેઠકો પર 55.81 ટકા મતદાન થયું હતું.  બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. નવા આંકડા મુજબ 60.25 ટકા મતદાન નોંધાયું છે. આ રાજકીય લડાઈમાં કેટલીક મુખ્ય બેઠકોમાં તેજસ્વી યાદવની રાઘોપુર બેઠક તેમજ તેજ પ્રતાપ યાદવની મહુઆ અને તારાપુર બેઠકનો સમાવેશ થાય છે,

શહેરા નગરપાલિકામાં વરિયાળ ગ્રામ પંચાયત ના સમાવેશ સામે વિરોધનો શૂર ઊઠ્યો

Image
 શહેરા નગરપાલિકામાં વરિયાળ ગ્રામ પંચાયત ના સમાવેશ સામે વિરોધનો શૂર ઊઠ્યો  ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પાઠવ્યું  શહેરા નગરપાલિકામાં વરિયાળ ગામના સમાવેશથી આદિવાસી ટ્રાયબલનું અસ્તિત્વ ખતરામાં જશે જમીન ખતરામાં જશે સંસ્કૃતિ ખતરામાં જશે નો આક્ષેપ કરવામાં આવ્યો છે

ગુજરાતના સસ્તા અનાજના સંચાલકોની આજથી હડતાળ

Image
 ગુજરાતના સસ્તા અનાજના સંચાલકોની આજથી હડતાળ    પડતળ માંગણીઓને લઈ રાજ્યની 17 હજાર દુકાનોને લાગ્યા તાળા   ગુજરાત રાજ્ય એફ પી એસના બંને સંગઠનો દ્વારા નવેમ્બર મહિનામાં અસહકાર આંદોલનની જાહેરાત કરી છે રાજ્યભરના 17 હજારથી વધુ સસ્તા અનાજના સંચાલકોએ 1 નવેમ્બરથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે    કમિશનની રકમ  વિતરણના નિયમો સહિત વિવિધ પડતર પ્રશ્નો  અને માંગણીઓને લઈ  1 નવેમ્બરથી રેશનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે,