Posts

Showing posts from September, 2025

ગોધરાની પરિણીતા સાથે પતિ અને સાસુ સસરા ઝઘડો કરી દહેજની માંગ કરતા હોવાની નોંધાઈ ફરિયાદ

 ગોધરામાં મહિલા પોલીસ મથકે  સાસરિયા પક્ષ તરફથી ત્રાસ ગુજારતા હોવાની પરિણીતા દ્વારા નોંધાઈ ફરિયાદ પતિ અને સાસુ સસરા ઝઘડો કરી દહેજની માંગ કરતા હોવાનો પરિણીતાનો આક્ષેપ   ગોધરાની  મહિલાના, 6 વરસ પહેલા  કાલોલના શિવમપાર્ક સોસાયટીમાં રહેતા ઓસામા ઈલ્યાસ ગોરા સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા લગ્ન જીવનના એક માસ બાદ પતિ પોતાના માતા પિતાની ચઢામણીથી અવાર નવાર ઝઘડો કરતો હતો અને સાસરિયા પક્ષ તરફથી કારની માંગણી કરવામાં આવતી હતી સાથે પરિણીતાને સારિરિક અને માનસિક ત્રાસ આપવાની શરૂઆત થઈ ગઇ હતી પરિણીતા મુંગા મોઢે સાસરિયાં પક્ષનો ત્રાસ સહન કરતો હતી છેલ્લા બે વરસથી પતિ દ્વારા પાંચ લાખ ની માંગણી કરી પરિણીતાને કાઢી મૂકી હોવાના આક્ષેપ સાથે મહિલા પોલીસ મથકે પરિણીતાએ પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

પંચમહાલ પોલીસે ઓપરેશન મુસ્કાન હેઠળ મોટી સફળતા મેળવી ગુમ અપહરણ થયેલા બાળકો શોધી કાઢ્યા

Image
 પંચમહાલ પોલીસે ઓપરેશન મુસ્કાન હેઠળ મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે અપહરણ ગુમ થયેલા 12 બાળકોને શોધી કાઢ્યા છે ગુજરાત પોલીસના 'ઓપરેશન મુસ્કાન' અંતર્ગત પંચમહાલ જિલ્લાની પોલીસે અપહરણ કરાયેલા 12 બાળકોને સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસની વિશેષ ટીમોની મહેનત અને તપાસની કડકાઈએ આ બાળકોને તેમના પરિવારો સાથે પુનઃ જોડી દીધા છે. પંચમહાલ જિલ્લામાં રેન્જ આઇ જી આર વી અસારી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ઓપરેશન મુસ્કાન અંતર્ગત અપહરણ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા અંગે 13 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન એક સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ  જે અંતર્ગત SP ડૉ હરેશ દુધાત દ્વારા અપહરણ ગુમ થયેલા બાળકોની હકીકત મેળવી પરિણામ લક્ષી કામગીરી કરવા જણાવેલ હતું જે અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસને 12 અપહરણ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી  આમ ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા 'ઓપરેશન મુસ્કાન'ના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે.

પંચમહાલમાં મેગા રોજગાર ભરતી મેળો યોજાયો ૨૬૪ ઉમેદવારોની પસંદગી કરાઈ..

Image
 પંચમહાલના મોરવા(હ)માં ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને  સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં મેગા રોજગાર ભરતી મેળો યોજાયો  ભરતી મેળામાં નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યૂના માધ્યમથી  ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ               આ મેગા ભરતી મેળામાં પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાની ૩૦થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો.  ૧૫૦૦થી વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ વિભાગની ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યૂ યોજાયા હતા. ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ સમક્ષ આ ભરતીમેળામાં ધોરણ ૮ પાસ થી લઈને ધોરણ ૧૨ પાસ સુધીના, તેમજ આઈ.ટી.આઈ, ડીપ્લોમા અને ગ્રેજ્યુએટની લાયકાત ધરાવનાર ૬૦૦થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના માધ્યમથી કુલ ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.           ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાના મુખ્ય નોકરીદાતાઓમાં હાલોલની હીરો મોટો કોર્પ, જે.એસ.ડબલ્યુ એમ.જી મોટર ઈન્ડિયા પ્રા.લી, જેસીબી ઈન્ડસ્ટ્રીઝ, ઉપરાંત, ગોધરાની જય જલારામ બ્રિક્સ, આર.બી કાર્સ, પ્રેસિડેન્ટ ગ્રુપ,  સહિતની કં...

પંચમહાલ કલેકટરની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું

Image
 ગોધરા ખાતે જિલ્લા કલેકટર  અજય દહિયાની અધ્યક્ષસ્થામાં  જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો  જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં  ૦૯ અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું  રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.             જે અન્વયે પંચમહાલ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષસ્થામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો                  આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી જિલ્લા કલેકટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના - માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કુલ ૦૯ અરજદારો...

ગોધરા LCB ની કડક કાર્યવાહી સોયાબીનની બોરીઓની આડમાં દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ બૂટલેગરને પાસા માં ધકેલ્યો

Image
 ગોધરા બાયપાસ પર LCB પોલીસની મોટી કામગીરી - કન્ટેનરમાં સોયાબીનની બારીઓની આડમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો પર્દાફાશ કર્યો   વિદેશી દારૂની 9180 બોટલ સહિત 84 લાખ 50 હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો     ગુજરાતમાં દારૂબંધી કાયદાના કડક અમલ હેઠળ પોલીસ તંત્રની સતર્કતા વધી છે.  પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ પર લીલેસરા ચોકડી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે એક મોટી કામગીરી કરી છે. એક કન્ટેનરમાં મરચા અને સોયાબીનની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂની હજારો બોટલો પકડી પાડી છે. આ મુદ્દામાલની કિંમત લાખો રૂપિયામાં પહોંચી રહી છે.   પોલીસે કન્ટેનર સહિત કુલ મુદ્દામાલ જપ્ત કર્યું છે અને એક આરોપીને અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે,  LCB પોલીસની આ કામગીરીથી સ્થાનિક બુતલેગરો ભયનો માહોલ ફેલાયો છે.
Image
 ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ધસી આવેલા ટોળાએ કરેલા હોબાળાનો મામલો  હોબાળા પહેલા અને હોબાળા ના સમયના પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે  પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ ઝાકિર ઝભા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોથી  વિપરીત ઝાકિર ઝભા  દ્વારા પોતાના ફોલોવર્સ વધારવા માટે ગોધરાના મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી આગેવાનોને અંધારામાં રાખ્યા હોવાનું dysp એ જણાવ્યું

ગોધરામાં રખડતા શ્વાનની આંતક અનેક લોકો પર હુમલો લોકોમાં રોષ સાથે ભયનો માહોલ..

Image
 ગોધરા શહેર માં રખડતા શ્વાન નો આંતક  રખડતા શ્વાને બાળક મહિલાઓ સહિત 7 જેટલા રાહદારીઓ પર હુમલો કરી ઇજા પહોંચાડતા સ્થાનિક લોકોમાં રોષ સાથે ભયનો માહોલ ગોધરામાં ગત મોડી રાત્રે એક પછી એક 7 થી 8 જેટલા રાહદારીઓ પર રખડતા શ્વાને હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા  સાતપુલ કેપ્સ્યુલ વિસ્તારમાં રખડતા શ્વાને બાળક મહિલાઓ સહિત 7 જેટલા રાહદારી ઉપર હુમલો કરી હાથ અને પગના ભાગે ઇજા પહોંચાડી હતી   શ્વાનના હુમલાનો ભોગ બનેલા તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા  ​છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. આ પહેલા પણ શ્વાન દ્વારા હુમલાના ઘણા બનાવો સામે આવી ચુક્યા છે. રખડતા શ્વાનના વધતા હુમલાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે  તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી   છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન..

Image
 વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન..

ગોધરા ચિખોદરા ગોડાઉનમાં ભીષણ આગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

Image
 ગોધરાના ચિખોદરા સ્ક્રેપ ગોડાઉનમાં લાગી ભીષણ આગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ગોધરાના ચિખોદરા વિસ્તારમાં મોડી રાત્રે  સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની લપટોએ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો,  ફાયર બ્રિગેડ ની ટીમની 4 કલાકની અવિરત મહેનત પછી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદ્ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ  થઈ નથી,  આગ  લાગવાનું કારણ જાણી શકાયું નથી આગથી કેટલું નુકસાન થયું તે પણ જાણી શકાયું નથી   4 કલાકની અવિરત જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી

I LOVE MOHAMMAD પોસ્ટરનો કોઈ વિવાદ નથી પંચમહાલ જિલ્લા પોલીસ વડા..

Image
 I LOVE MOHAMMAD પોસ્ટરનો કોઈ વિવાદ નથી પંચમહાલ જિલ્લા પોલીસ વડા..

ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લોકટોળા નો મામલો 88 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ 17 પકડાયા..

Image
 ગોધરામાં  બી ડિવિઝન પોલીસ મથકમાં ગેરસમજને લઈ લોકટોળા ઉમટ્યા નો મામલો 88 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ 17 આરોપીની કરાઈ ધરપકડ બાકીનાને પકડવા 10 ટીમો કાર્યરત કરવામાં આવી  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગઈ કાલે ગેરસમજને લઈ બી ડિવિઝન પોલીસ મથકે લોકટોળા ઉમટી પડ્યાનો મામલો સામે આવ્યો હતો પોલીસ મથકે લોકટોળા ઉમટી પડતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જેથી ટોળું વિખેરાય ગયું હતું પોલીસે 88 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે જેમાંથી 17 આરોપીની  ધરપકડ કરવામાં આવી છે બાકીનાને પકડવા માટે જુદી જુદી પોલીસની 10 ટીમો કાર્યરત કરવામાં આવી છે હાલ પરિસ્થિતિ સામાન્ય છે બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે કોઈએ ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી અને ગેરમાર્ગે દોરવાની જરૂર નથી તેમ જિલ્લા પોલીસ વડા ડો હરેશ દુધાતે જણાવ્યું હતું

ગોધરામાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે પોલીસ વડા ડૉ હરેશ દુધાત..

Image
 ગોધરામાં નવરાત્રીના તહેવારને લઈ એસ પી હરેશ દુધાતનું મહત્વનું નિવેદન  નવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક  ડૉ.હરેશ દુધાત દ્વારા ગોધરાવાસીઓને મહત્વનો સંદેશ આપવામાં આવ્યો છે શહેરીજનોને નવરાત્રીની શુભેચ્છા પાઠવવામાં આવી છે નવરાત્રીના તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે કોઈએ ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી એસ આર પી અને પોલીસ ફોર્સ પૂરતા પ્રમાણમાં તૈનાત છે મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં તૈનાત કરવામાં આવી છે બધા તહેવારની જેમ નવરાત્રીની ઉજવણી પણ ધામધૂમથી  કરવામાં આવશે.

ગોધરાના બી ડિવિઝન વિસ્તારમાં ગેરસમજને લઈ લોકટોળા ઉમટ્યા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો

Image
 ગોધરાના બી ડિવિઝન વિસ્તારમાં ગેરસમજને લઈ લોકટોળા ઉમટ્યા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો

ગોધરા નગર પાલિકા નવો સીમાંકન વિવાદ શહેરીજનોને વિશ્વાસમાં લેવા માંગ..

Image
 ગોધરામાં નવા સિમાકન મુંજબ આગામી ૨૦૨૬ માં યોજાનાર નગર પાલીકા ની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ સહિત નગરજનોને વિશ્વાસમાં લેવા કરાઈ માંગ ચૂંટણી પંચ,રાજ્યપાલ સહિત કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ પ્રમુખ મીકી જોસેફ દ્વારા રજૂઆત કરવામાં આવી  ગોધરા શહેરમાં  નવાં સીમાંકન મુજબ સમાવેશ થયેલ જાફરાબાદ, વાવડી બુઝગ, લીલેસરા, ભામૈયા ગ્રામપંચાયત અને છુંટા છવાયા  વિસ્તારોની સમીક્ષા બેઠકો ના વર્ગીકરણ ની થનાર કાર્યવાહી માં એક તરફી કામગીરી ન થાય અને મતદારો - પ્રજાજનો ઉપરાંત  કોંગ્રેસ ને પણ વિશ્વાસમાં લઈ સિમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે  બેઠકો ની જાહેરાત થાય તે સૌના હિતમાં જરૂરી છે  આ બેઠકોની કામગીરીની  ચર્ચા વિચારણામાં સામેલ કરી શહેરીજનોને વિશ્વાસમાં લેવા  જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ મીકી જોસેફ દ્વારા માંગ કરવામા આવી છે. આ માટે ની જરૂરી રજુઆત  જિલા ચૂંટણી અધિકારી રાજ્ય ચુંટણી પંચ. નગર નિયોજક વડોદરા , રાજયપાલ  ,વિરોધના નેતા  તુષાર ચૌધરી તેમજ રાજ્ય કોંગ્રેસ પ્રમુખ  અમિત ચાવડાને રજૂઆત કરવામા આવી છે.

ગોધરાના યુવકે I LOVE MUHAMMAD લખાણવાળુ પોસ્ટર લઈ રીલ બનાવી

Image
 ગોધરાના યુવકે 'આઈ લવ મોહમ્મદ' પોસ્ટર સાથે વાયરલ રીલ બનાવી, યુપીમાં FIR ના વિરોધમાં મોકલ્યો મહત્વનો સંદેશ  ઉત્તર પ્રદેશના કાનપુરમાં 'આઈ લવ મોહમ્મદ' બોર્ડને લઈને થયેલા વિવાદે આખા દેશને હલાવી દીધો છે. આ વિવાદને લઈને  ગોધરા શહેરના એક યુવકે અનોખી રીતે પ્રતિક્રિયા આપી છે. તેમણે 'આઈ લવ મોહમ્મદ' વાળું પોસ્ટર હાથમાં લઈને એક રીલ બનાવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ રીલ દ્વારા તેઓ ધાર્મિક સદ્ભાવ અને પ્રેમનો સંદેશ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના કાનપુરમાં 4 સપ્ટેમ્બરે ઈદ-મિલાદ-ઉન-નબીના પ્રસંગે 'આઈ લવ મોહમ્મદ' લખેલા બોર્ડ લગાવવાના કેસમાં 25થી વધુ લોકો સામે FIR નોંધાઈ છે.

ગોધરામાં શૌચક્રિયા કરતી શ્રમિક મહિલા પર સ્થાનિક મહિલાએ ગળે ટુંપો દઈ હુમલાનો કર્યો હોવાનો બનાવ

Image
 ગોધરામાં શૌચક્રિયા કરતી શ્રમિક મહિલા પર હુમલાનો બનાવ  મહિલાને ગળે ટુંપો દીધો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ     ગોધરાના તિરગરવાસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આર સી સી રોડનું કામ કરતી દાહોદની આદિવાસી શ્રમિક મહિલા પર સ્થાનિક મહિલાએ  હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે શ્રમિક મહિલાને ચાર માસનો ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે   કિંજલબેન નિનામા નામની મહિલા ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરતી હતી ત્યારે સ્થાનિક રહીશ ટીનાબેન મિસ્ત્રીએ તેમના પર હુમલો કર્યો હતો . ટીનાબેને કિંજલબેનને   ગળામાં ઓઢણી વીંટાળીને મારમારી હોવાનો આક્ષેપ ઘટના સ્થળે હાજર લોકોએ કર્યો હતો હતી આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને આ મહિલાને છોડાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે    ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી છે.

પંચમહાલના યુવાનોને ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવવા રેન્જ આઇ જી આર વી અસારીની અપીલ..

Image
 પંચમહાલના યુવાનોને ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવવા રેન્જ આઇ જી આર વી અસારીની અપીલ..

ગોધરામાં આદિવાસીઓના અધિકારોની માંગને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું...

Image
 ગોધરામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું  પંચમહાલ ગોધરામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસના પર્વ નિમિતે આદિવાસીઓના અધિકાર માટે આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું  જેમાં  આદિવાસી સમુદાયોના અધિકારો, તેમની સંસ્કૃતિ અને જમીન-જંગલના અધિકારો પર ભાર મૂકવામાં આવ્યો હતો     વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનોના કાર્યકરો અને સદસ્યો અહીં એકઠા થયા હતા. તેઓએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને એક વિગતવાર આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં આદિવાસી સમુદાયના અધિકારોના રક્ષણ, જમીન અને જંગલના અધિકારો, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ વધારવા અને તેમની સંસ્કૃતિના જતન માટેની માંગો ઉઠાવવામાં આવી છે.

ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનો ૮મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો

Image
 ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનો ૮મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો  ગોધરાના બી.આર.જી.એફ. ભવન ખાતે કાદિર પીરઝાદા ની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત ૮મા વાર્ષિક ઈનામ વિતરણ સમારોહમાં વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .૮મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહમાં રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક સેવકોની ભારે ભીડ જોવા મળી હતી. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો છે. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનું મુખ્ય ધ્યેય મુસ્લિમ યુવા વર્ગને શિક્ષણ અને સેવાના માર્ગે આગળ વધારવાનું છે. સમારોહમાં ૬૦ ઉપરાંત વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે."   આ સમારોહમાં રેન્જ આઇ જી આર વી અસારી,એસ પી ડૉ.હરેશ દુધાત,નગર પ્રમુખ જયેશ ચૌહાણ,મુફ્તી અમીન કલા સહિત રાજ્ય અને જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ગોધરાના મુસ્લિમ અગ્રણીઓની આવી રજૂઆત ક્યારેય નહીં જોઈ હોય ચીફ ઑફિસર ભાગ્યા..

Image
 ગોધરાના મુસ્લિમ અગ્રણીઓની આવી રજૂઆત ક્યારેય નહીં જોઈ હોય ચીફ ઑફિસર ભાગ્યા

ગોધરાના પશ્ચિમ વિસ્તારની સમસ્યાઓને લઈ AIMIM ની MLA MP ને ધારદાર રજૂઆત

Image
 ગોધરાના પશ્ચિમ વિસ્તારની સમસ્યાઓને લઈ AIMIM ની  MLA MP ને ધારદાર રજૂઆત

દોલતપુરા ઘટના માટે અજંતા કંપની સામે બેદરકારીના કોંગ્રેસના ગંભીર આક્ષેપ..

Image
 દોલતપુરા ઘટના માટે અજંતા કંપની સામે બેદરકારીના કોંગ્રેસના ગંભીર આક્ષેપ..

ગોધરાના ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર રમજાની જુજારા દ્વારા મેસરી નદીના કોઝ વે પર ગ્રિલ નાખવાની માંગ..

Image
 ગોધરાના ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર રમજાની જુજારા દ્વારા મેસરી નદીના કોઝવે પર ગ્રિલ નાખવાની માંગણી કરવામાં આવી   પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીના કોઝવે પર સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. સ્થાનિક સામાજિક કાર્યકરોએ આ કોઝવે પર ગ્રિલ નાખવાની માંગ ઉઠાવી છે, જેથી વરસાદ દરમિયાન અકસ્માતો ટાળી શકાય.  ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલા મેસરી નદીના કોઝવે પર ચોમાસા દરમિયાન પાણીનો ધસમસતો પ્રવાહ અનેક વખત ખતરનાક સાબિત થયો છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને એક બાઇક ચાલક ફસાઈ ગયો હતો, જેને સ્થાનિકોએ મહામહેનતે બચાવ્યો હતો. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સ્થાનિક સામાજિક કાર્યકર ધારાશાસ્ત્રી રમજાની જુજારાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મેસરી નદીના કોઝવે પર ગ્રિલ નાખવાની માંગ કરી છે.

મહીસાગરમાં ભૂસ્ખલનની ઘટના બની એક કાર ખીણમાં ખાબકી..

Image
 મહીસાગર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સંતરામપુરના માનગઢ રોડ પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે રસ્તો જમીનદોસ્ત થયો છે અને એક કાર ખીણમાં ગરકાવ થઈ છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર નજીક ભમરીથી માનગઢ જતા રસ્તા પર સતત વરસાદના  કારણે ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો, અને ડુંગર પરથી માટી અને પથ્થરો ધસી આવ્યા હતા, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ દરમિયાન એક કાર આ રસ્તે પસાર થતી હતી, જે ભૂસ્ખલનના કારણે કાટમાળ સાથે ખીણમાં ખાબકી હતી.  ઘટનાની જાણ થતાં જ સંતરામપુર મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.  કારમાં સવાર લોકો સહી સલામત છે સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી, બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રે આ રસ્તો હાલ બંધ કરી દીધો છે, અને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. .

કોંગ્રેસનો જનસત્યાગ્રહ મોકૂફ..

Image
 કોંગ્રેસનો જનસત્યાગ્રહ મોકૂફ..

હડફ અને પાનમ ડેમ છલોછલ ભરાયા ડેમના આવા આકાશી દૃશ્યો અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય

Image
 આ દૃશ્યો છે પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમના પાનમ ડેમનો આહ્લાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો  પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં વરસાદને કારણે જીલ્લામા આવેલા જળાશયોમા પાણીની ભારે આવક થઈ છે.ત્યારે પાનમ ડેમ અને હડફડેમના ડ્રોન નજારો જોવા મળ્યો હતો. આહલાદક  દ્રશ્યોથી પાનમ ડેમ  અને હડફ ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે.  સતત વરસી રહેલા વરસાદના પગલે પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે જેના કારણે પાનમ ડેમ અને હડફ ડેમના  દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યુ છે પાણીના આકાશી દ્રશ્ય ડ્રોન કેમેરા કેદ થયા હતા. પાનમડેમ અને હડફ ડેમની આસપાસ પણ સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતુ. પ્રવાસીઓ ડેમ અને પ્રાકૃતિક સૌદર્યનો નઝારો માણતા નજરે પડતા હતા.  પંચમહાલ  જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમ અને હડફ ડેમ આવેલા છે.પાનમડેમ મહિસાગર જીલ્લાના લુણાવાડા સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકાની ત્રિભેટે આવેલો છે.  મોરવા હડફ તાલુકામા આવેલો હડફ ડેમ  ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાનમડેમ અને હડફ ડેમ સંપુર્ણ છલોછલ ભરાય ગયા હતા. આ બંને ડેમનો આકાશી નજારો ડ્રોનમા કેદ થયો હતો

પાવાગઢ ખાતે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ વે તૂટી પડતા 6 લોકોના કરૂણ મોત..

Image
 આજના સૌથી મોટા સમાચાર પાવાગઢમાંથી આવી રહ્યા છે, પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોનાં કરૂણ મોત થયાં છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.  પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે મહાકાળી મંદિરના નિર્માણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે આજે અચાનક તૂટી પડ્યો હતો. આ રોપ-વેનો ઉપયોગ માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી પહોંચાડવા માટે થતો હતો. દુર્ઘટના સમયે રોપ-વે પર બે લિફ્ટ ઓપરેટરો, બે શ્રમિકો અને અન્ય બે વ્યક્તિઓ હાજર હતા, જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા. એન્કર: આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે.

ગોધરા વડોદરા હાઈવે પર કાર ચાલકને નડ્યો અકસ્માત ચાર લોકો થયા ઇજાગ્રસ્ત..

Image
 ગોધરા-વડોદરા હાઈવે પર એક ગંભીર કાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.   ગોધરા-વડોદરા હાઈવે પર CNG પંપ આગળ એક ઝડપી કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કાર ઝાડ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોને સામાન્ય ઇજા થઈ હતી અને અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

ગોધરામાં કોંગ્રેસનો ગોવિંદગુરુ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ PG શરૂ થયા પહેલા ડોક્ટરેટ બનાવ્યા..

Image
 પંચમહાલ જિલ્લા કોંગ્રેસની પત્રકાર પરિષદ - યુનિવર્સિટીઓનું રેન્કિંગ ઘટયું, કોંગ્રેસનો સરકાર પર આકરા પ્રહાર ગુજરાતની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં થયેલા ઘટાડાને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આજે ગોધરામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં કોંગ્રેસે રાજ્ય સરકારની શિક્ષણ નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા  "આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ગુજરાતની યુનિવર્સિટીઓનું સ્થાન સતત ઘટી રહ્યું છે. આનું મુખ્ય કારણ રાજ્ય સરકારની નિષ્ફળ શિક્ષણ નીતિઓ અને શિક્ષણ ક્ષેત્રે બજેટનો અભાવ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ગોવિંદગુરુ યુનિવર્સિટી ને ૧૦ વર્ષ થવા છતાં ડિપાર્ટમેન્ટ ચલાવવા માટેની  યુનિવર્સિટી પાસે પૂરતી જગ્યા પણ નથી રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે પૂરતું ધ્યાન આપ્યું નથી.  જેના કારણે રેન્કિંગમાં ગુજરાતની યુનિવર્સિટીઓ પાછળ રહી ગઈ છે. ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં લાયબ્રેરી સાયન્સ વિષયમાં PG  આ વર્ષે ચાલુ થયુ છે પરંતુ આ પહેલા  ચાર થી પાંચ વિધાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી આપવામા...

શહેરા તાલુકાના ઘરોલી ખુર્દ ગ્રામ પંચાયતના VCE સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગેરરીતિની ફરિયાદ નોંધાઈ લાભાર્થી દીઠ ૧ હજાર ઉઘરાવ્યાનો આક્ષેપ.

Image
 શહેરા તાલુકામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરા તાલુકાના ઘરોલી ખુર્દ ગ્રામ પંચાયતના VCE સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.  પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઘરોલી ખુર્દ ગ્રામ પંચાયતના VCE સહિત ત્રણ ઇસમો સામે આવાસ મંજૂર કરી આપવાના નામે ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે   પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઘરોલી ખુર્દ ગામમાં ગ્રામ પંચાયતના VCE અને અન્ય બે વ્યક્તિઓ સામે ગેરરીતિનો ગંભીર આરોપ લાગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ આવાસ મંજૂર કરાવી આપવાના નામે ગ્રામજનો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાંની ઉઘરાણી કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યેક લાભાર્થી દીઠ 1000 રૂપિયા ઉઘરાણી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે લાભાર્થીઓએ સગંદનામું રજૂ કરી તપાસની માંગ કરી છે આ ઘટનામાં સરકારી યોજનાઓના નામે ગ્રામજનો પાસેથી રકમ એકત્ર કરવામાં આવી હોવાનો આક્ષેપ છે,   શહેરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં સામેલ VCE અને અન્ય બે વ્યક્તિઓન...

કાલોલના મિરાપુરી ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સર્જાઈ ગોમાં નદીના ઊંડા પાણીમાં આઠ લોકો ડૂબ્યા..

Image
 કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં સોમવારે સાંજે ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સર્જાઈ. ગોમા નદીના ઊંડા પાણીમાં આઠ લોકો ડૂબવા લાગ્યા. સ્થાનિક તરવૈયાઓએ સાત લોકોને બચાવી લીધા, પરંતુ એક યુવકનું મોત નિપજ્યું. ગામમાં પાંચ દિવસની ગણેશ સ્થાપના બાદ સોમવારે સાંજે સાત વાગ્યે ડીજે સાથે શોભાયાત્રા નીકળી. ગોમા નદીમાં વિસર્જન માટે લોકો ખાડામાં ઉતર્યા. મૂર્તિ વિસર્જન વખતે ઊંડા પાણીમાં થાપ ખાઈ જતાં આઠ લોકો ડૂબવા લાગ્યા. સ્થળ પર હાજર તરવૈયાઓએ લાકડીઓની મદદથી સાત લોકોને બચાવી લીધા. પરંતુ 35 વર્ષીય કાળુભાઈ વીરસિંગ પટેલિયા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. તેમને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ શ્વાસ રૂંધાઈ જવાથી તેમનું મોત નિપજ્યું. વેજલપુર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ ઘટનાથી મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે

આપાત સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય કટોકટીની સેવાઓ માટે એક જ નંબર - ૧૧૨ ડાયલ કરવાનો રહેશે.

Image
 ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.  હવે રાજ્યભરમાં તમામ આપાત સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય કટોકટીની સેવાઓ માટે એક જ નંબર - ૧૧૨ ડાયલ કરવાનો રહેશે.  આ નવી પહેલ હેઠળ, ૧૧૨ નંબર એક સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન તરીકે કામ કરશે, જે ૨૪ કલાક અને ૭ દિવસ ઉપલબ્ધ રહેશે.  આ સેવા દ્વારા નાગરિકોને ઝડપથી અને અસરકારક રીતે મદદ પહોંચાડવામાં આવશે.  સરકારના જણાવ્યા અનુસાર, આ નંબર ડાયલ કરતાં જ કોલ સેન્ટર દ્વારા તમારી ફરિયાદ સંબંધિત વિભાગ સુધી પહોંચશે, અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે.  આ ઉપરાંત, ૧૧૨ નંબર મોબાઇલ, લેન્ડલાઇન કે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ડાયલ કરી શકાશે, જેથી દરેક વ્યક્તિને કટોકટીમાં સરળતાથી મદદ મળી શકે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ નંબરનો ઉપયોગ માત્ર આપાત સ્થિતિમાં જ કરવો અને બિનજરૂરી કોલથી બચવું.  આ નવો નંબર ૧૧૨ ખરેખર નાગરિકો માટે એક વરદાન સાબિત થશે, જે કટોકટીના સમયે જીવન બચાવવામાં મદદરૂપ થશે.